પાણી, પૌષ્ટિક આહાર, લાઇફ સ્ટાઇલ, પૂરતી ઊંઘ અને નિયમિત કસરત જેવી પ્રવૃત્તિ સાથે વૃદ્ધત્વને રોકી શકો છો

બ્રોકોલી એન્ટિ એલર્જિક અને વૃદ્ધત્વ વિરોધી ગુણોથી ભરપૂર છે. તેમાં વિટામિન સી અને વિટામિન કે પણ હોય છે જે એન્ટી-રિંકલ એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ધરાવે છે.

બ્રોકોલી શરીરમાં કોલેજનનું ઉત્પાદન વધારે છે. વધુમાં વધુ પોષણ મેળવવા માટે બ્રોકોલી કાચી કે બાફેલી ખાવી ફાયદાકારક છે.

વિવિધ સૂકા ફળો પ્રોટીન, વિટામિન ઇ, ખનિજો અને એન્ટીઑકિસડન્ટો જેવા વિવિધ પોષક તત્વોથી સમૃદ્ધ છે જે તમારી ત્વચાને સૂર્યના યુવી કિરણોથી સુરક્ષિત કરે છે.

ત્વચાને યુવાન અને સુંદર રાખવા માટે દરરોજ વિટામિન સીથી ભરપૂર ફળોનું સેવન કરવું જોઈએ. ઓરેન્જ, દ્રાક્ષ, કીવી, પાઈનેપલ, સ્ટ્રોબેરી વગેરે વિટામિન સીના સારા સોર્સ છે.

લાઇકોપીનથી ભરપૂર ટામેટાં ત્વચાને સૂર્યના નુકસાનથી બચાવે છે. આ ઉપરાંત તે ચહેરા પરની કરચલીઓ પણ ઓછી કરે છે અને ત્વચાની કોમળતા જાળવી રાખે છે.

ઔષધીય ગુણોથી ભરપૂર હળદર ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં હાજર કર્ક્યુમિન બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર છે જે ત્વચાને યુવાન અને સુંદર બનાવવામાં મદદ કરે છે.