1 લાખને બનાવ્યા 1 કરોડ, બ્રોકરેજે કહ્યું- ખરીદો શેરનો ભાવ જશે 2000ની પાર

ફ્રન્ટ લોડ વોશિંગ મશીનના માર્કેટમાં 35 ટકા હિસ્સેદારી ધરાવનારી કંપની IFB ઈન્ડસ્ટ્રીઝે રોકાણકારોને તાબડતોડ કમાણી કરાવી છે. 

20 વર્ષમાં તેણે 1 લાખ રૂપિયાના રોકાણને 1 કરોડમાં ફેરવી દીધું છે, તો બીજી તરફ 10 મહિનામાં રોકાણને ડબલથી વધારે વધારી દીધું છે.

હવે આગળ વાત કરીએ તો બ્રોકરેજે તેના પર દાવ લગાવ્યો છે અને ખરીદીની રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું છે. હાલ તેના શેર 1,598.15 રૂપિયાના ભાવ પર છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

 24 જૂન 2005ના રોજ IFB ઈન્ડસ્ટ્રીઝના શેર માત્ર 15.03 રૂપિયામાં મળી રહ્યા હતા. હવે તે 1,611.10 રૂપિયા પર છે એટલે કે, 20 વર્ષમાં 1 લાખ રૂપિયાનું રોકાણ હાલ 1.07 કરોડ રૂપિયાની મૂડી બની ગઈ છે.

ગત વર્ષે 27 જૂન 2023ના રોજ શેર એક વર્ષના નીચલા સ્તર 797 રૂપિયા પર હતા. આ સ્તરથી 10 મહિનામાં તે લગભગ 116 ટકા ઉછળીને 24 એપ્રિલ 2024ના રોજ 1,721.25 રૂપિયા પર પહોંચી ગયા, જે તેના શેરોની રેકોર્ડ હાઈ છે. 

બ્રોકરેજ ફર્મ વેન્ચુરાનુ માનવું છે કે, નાણાકીય વર્ષ 2025માં તેનું રેવન્યૂ 25 ટકા વધી શકે છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખતા બ્રોકરેજે 2,268 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસ પર તેની ખરીદીની રેટિંગની સાથે કવરેજ શરૂ કર્યું છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.