દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકો માટે એક સંદેશ જારી કર્યો છે.
આ મેસેજ ખાસ કરીને એવા ગ્રાહકો માટે છે જેમની પાસે બેંકમાં લોકર છે.
બેંકે તેના લોકર ધારકોને બેંકની શાખામાં પહોંચવા અને શક્ય તેટલી વહેલી તકે નવા લોકર કરાર પર સહી કરવા જણાવ્યું છે.
બેંકે ટ્વિટ કરીને માહિતી આપી છે કે, તમામ ગ્રાહકોને નવા લોકર કરાર પર હસ્તાક્ષર કરવા માટે શક્ય તેટલી વહેલી તકે શાખાની મુલાકાત લેવા વિનંતી કરીએ છીએ.
તમને જણાવી દઈએ કે બેંક લોકર્સને લઈને નિયમોમાં એક સુધારો કરવામાં આવ્યો છે, જેને બેંકોએ 30 સપ્ટેમ્બર સુધી લાગુ કરવાનો રહેશે.
આવી સ્થિતિમાં SBIએ ગ્રાહકોને તેમના બેંક લોકર કરારને અપડેટ કરવા કહ્યું છે.
લોકરધારકોએ નવા લોકર કરાર માટે યોગ્યતા દર્શાવવી પડશે અને નવીકરણ માટે કરાર કરવો પડશે.
Disclaimer:આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.