મુસ્લિમ બહુમતીવાળા આ દેશમાં ચલણી નોટો પર છે ‘ગણપતિ બાપ્પા’ની તસવીર

આપણા દેશમાં દેવી-દેવતાઓને ખૂબ મહત્વ આપવામાં આવે છે. 

હિંદુ ધર્મમાં તમામ દેવી-દેવતાઓમાં સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.

આજે અમે તમને ગણપતિ બાપ્પા સાથે જોડાયેલી એક ખાસ વાત જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.

શું તમે ક્યારેય નોટો પર છપાયેલ ભગવાન ગણેશનું ચિત્ર જોયું છે? તમને નહીં ખબર હોય, પરંતુ વિશ્વમાં એક એવો દેશ છે જ્યાં તેની ચલણી નોટો પર ગણેશજીનું ચિત્ર છે.

સૌથી મોટી વાત એ છે કે આ દેશમાં વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી છે.

સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયાની નોટો પર ગણપતિ છપાય છે.

આપણા દેશમાં દેવી-દેવતાઓને ખૂબ મહત્વ આપવામાં આવે છે. 

તમને જણાવી દઈએ કે ઈન્ડોનેશિયામાં લગભગ 87.5 ટકા લોકો ઈસ્લામમાં વિશ્વાસ કરે છે. ત્યાં માત્ર 3 ટકા હિંદુ વસ્તી છે.

ઈન્ડોનેશિયામાં 20 હજાર રૂપિયાની નોટ પર ભગવાન ગણેશની તસવીર છે. આ નોટ ઇન્ડોનેશિયાની સરકારે 1998માં બહાર પાડી હતી.

ઈન્ડોનેશિયામાં 20 હજાર રૂપિયાની નોટ પર આગળના ભાગમાં ભગવાન ગણેશની તસવીર અને પાછળ ક્લાસરૂમની તસવીર છે.

ભગવાન ગણેશને ઈન્ડોનેશિયામાં શિક્ષણ, કળા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.