LIC દેશની સૌથી મોટી સરકારી જીવન વીમા કંપની, દરેક વય જૂથ માટે પોલિસી ધરાવે છે.
LIC એક એવી જ યોજના ગ્રાહકો માટે ચલાવે છે, જેમાં 40 વર્ષની ઉંમરથી પેન્શનનો લાભ લઈ શકાય છે.
આ છે એલઆઈસીની સરળ પેન્શન યોજના.
LIC ની સરલ પેન્શન યોજના તાત્કાલિક વાર્ષિકી યોજના છે. તેમાં પોલિસી લેતાની સાથે જ તમને પેન્શન મળવા લાગે છે.
આ પ્લાન હેઠળ પોલિસી ખરીદતી વખતે તમારે માત્ર એક જ વાર પ્રીમિયમ ચૂકવવું પડશે.
આ યોજના માટે લઘુત્તમ વય 40 વર્ષ અને મહત્તમ વય 80 વર્ષ છે.
પોલિસીધારક શરૂઆતના 6 મહિના પછી ગમે ત્યારે આ પોલિસી સરન્ડર કરી શકે છે.
આ યોજના હેઠળ, તમે 1000 રૂપિયાનું લઘુત્તમ માસિક પેન્શન લઈ શકો છો અને મહત્તમ પેન્શનની કોઈ મર્યાદા નથી.
જો કોઈ 42 વર્ષીય વ્યક્તિ 30 લાખ રૂપિયાની વાર્ષિકી ખરીદે છે, તો તેને દર મહિને પેન્શન તરીકે 12,388 રૂપિયા મળશે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.