ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની ડેડલાઈન ખત્મ થવામાં હવે બસ 1 દિવસનો સમય બચ્યો છે. 31 જુલાઈ સુધી દરેક સ્થિતિમાં આઈટીઆર ન ભર્યું તો તેનાથી માત્ર નુકસાન જ નુકસાન થવાનું છે.
સૌથી મોટું નુકસાન તો એ જ થશે કે, તમે જૂના રિજીમમાં તમારું રિટર્ન ભરી જ નહીં શકો. ડેડલાઈન ચૂકનારા લોકોને માત્ર નવા રિજીમમાં જ આઈટીઆર ભરવાની છૂટ છે.
જો તમે 31 જુલાઈની ડેડલાઈન ચૂકી ગયા તો સૌથી પહેલા ઈનકમ ટેક્સની ધારા 234F હેઠળ લેટ ફી ચૂકવવી પડશે, ત્યારે જ તમે ITR ભરી શકશો.
જો તમે ડેડલાઈન બાદ આઈટીઆર ભરો છો, તો જેટલો ટેક્સ તમારે ભરવો પડશે, તેના પર દર મહિને 1 ટકા વ્યાજ વસૂલવામાં આવશે.
જો તમારું કોઈપણ પ્રકારનું રિફંડ બને છે, તો ડેડલાઈન બાદ રિટર્ન ભરવા પર આ રિટર્ન પર મળનારું વ્યાજ પણ જપ્ત કરી લેવામાં આવશે. આ ડેડલાઈનની અંદર રિટર્ન ભરનારા લોકોને રિફંડ પર વ્યાજ પણ મળશે.
ભારતમાં ગત વર્ષે લગભગ 8 કરોડ ITR ભરવામાં આવ્યા હતા. આ વર્ષે 29 જુલાઈની બપોર સુધી 5.43 કરોડ રિટર્ન દાખલ થઈ ચૂક્યા હતા.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો