આવી રહ્યો છે દેશનો સૌથી મોટો IPO

ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની Hyundai Motor India Limited દેશનો સૌથી મોટો IPO લોન્ચ કરવા જઈ રહી છે.

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડ, દક્ષિણ કોરિયાની ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈ મોટર કંપનીની ભારતીય શાખાએ આઈપીઓ લોન્ચ કરવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબીને ડ્રાફ્ટ પેપર્સ સબમિટ કર્યા છે.

હાલમાં, 2022માં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) દ્વારા લોન્ચ કરવામાં આવેલો $2.7 બિલિયન આઈપીઓ અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

હ્યુન્ડાઇના ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસમાં IPO કિંમત અથવા કંપનીના મૂલ્યાંકનની વિગતો નથી. મીડિયા અહેવાલો દર્શાવે છે કે, કંપની IPO દ્વારા રૂ. 25,000 કરોડ (લગભગ $3 બિલિયન) એકત્ર કરવા માંગે છે.

સેબીની ફાઇલિંગ અનુસાર, હ્યુન્ડાઇ મોટર કુલ 81.22 કરોડ શેરમાંથી 14.2 કરોડ ઇક્વિટી શેર IPOમાં વેચાણ માટે ઓફર કરશે.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા, HSBC સિક્યુરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા), જેપી મોર્ગન ઈન્ડિયા અને મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા આ ઓફરના બુક-રનિંગ લીડ મેનેજર છે.

આ પહેલા દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીનો IPO 2003માં આવ્યો હતો.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.