રોહિત શર્માથી બાબર આઝમ: 9 પ્લેયર્સના નામે ટી20માં 3000+ રનનો રેકોર્ડ

T20I સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની આ યાદીમાં ભૂતપૂર્વ ભારતીય સુકાની ટોચ પર છે, કોહલીએ 118 મેચમાં 4038 રન બનાવ્યા, જેમાં 37 અર્ધસદી અને એક સદીનો સમાવેશ થાય છે.

(2010-2024)

Virat Kohli

Rohit Sharma

ભારતીય કેપ્ટન T20Iમાં સૌથી વધુ રન બનાવવાના લિસ્ટમાં બીજા નંબરે છે, તેણે 152 મેચમાં 4026 રન બનાવ્યા, જેમાં 5 સદી અને 30 અડધી સદી સામેલ છે.

(2007-2024)

Babar Azam

પાકિસ્તાનનો સુકાની રોહિતની પાછળ ત્રીજા નંબરે છે. જેણે 119 મેચોમાં 4023 રન બનાવ્યા છે, જેમાં 3 સદી અને 36 અડધીસદીનો સમાવેશ થાય છે.

(2016-2024)

Paul Stirling

આ લિસ્ટમાં આયર્લેન્ડના સુકાનીનું નામ પણ નોંધાયું છે, તેણે 119 મેચમાં 3951 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 23 અર્ધસદીનો સમાવેશ થાય છે.

(2009-2024)

Martin Guptill

ન્યૂઝીલેન્ડના મહાન ખેલાડીએ 122 મેચમાં 3531 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 20 અર્ધસદીનો સમાવેશ થાય છે.

(2009-2022)

David Warner

ઓસ્ટ્રેલિયાનો બિગ-હિટરનો પણ આ લિસ્ટમાં સમાવેશ થાય છે. તેણે 104 મેચમાં 3155 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 27 અર્ધસદી છે.

(2009-2022)

Aaron Finch

ઓસ્ટ્રેલિયના પૂર્વ કેપ્ટન એરોન ફીન્ચે પણ 103 મેચમાં 3120 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 19 ફિફ્ટીનો સમાવેશ થાય છે.

(2011-2022)

Jos Buttler

ઈંગ્લેન્ડના કિપર-બેટ્સમેને 117 મેચમાં 3050 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 23 અડધી સદીનો સમાવેશ થાય છે.

(2011-2024)