એશિયા કપમાં રોહિત શર્માનું રાજ, 5 વર્ષમાં કદી હાર્યો નથી

ભારતે આ વખતે માત્ર પાકિસ્તાન અને નેપાળ સામે મેચ રમી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.

ટીમ ઈન્ડિયાએ નેપાળ સામે શાનદાર જીત નોંધાવી હતી.

રોહિતની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા એશિયા કપમાં 7 મેચ રમી છે.

હિટમેનના નેતૃત્વમાં ટીમ આ એકપણ મેચોમાં હારી નથી.

રોહિતે 2018માં એશિયા કપમાં શાનદાર કેપ્ટનશિપ કરી હતી.

હિટમેનની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ તે સમયગાળા દરમિયાન તમામ મેચો જીતી હતી.

અત્યાર સુધી રમાયેલી 7 મેચમાં તેનો જીતનો રેકોર્ડ 100 ટકા છે.

રોહિત એન્ડ કંપની હવે 10 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ત્રીજી મેચ રમશે.