એરલાઈન કંપની ઈન્ડિગોએ જાહેરાત કરી છે કે, તે 14 નવેમ્બરથી ચેન્નઈ, હેદરાબાદ, બેંગલોર અને મુંબઈ સહિત 12 ઘરેલૂ માર્ગો પર તેની ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસ શરૂ કરવા જઈ રહી છે.
કંપનીના આ પ્લાનથી બ્રોકરેજ ખુશ છે અને ઈન્ડિગોના શેર માટે પોઝિટવ બનેલા છે. બ્રોકરેજ ફર્મ્સને એરલાઈનના પ્રીમિયમાઈઝેશનના કારણે મીડિયમ ટર્મમાં યીલ્ડને સપોર્ટ મળવાની આશા છે.
ઈન્ટરનેશનલ બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગને ઈન્ડિગોના શેર માટે ઓવરવેઈટ કોલ યથાવત રાખતા 4,950 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ નક્કી કર્યો છે.
એમકે ગ્લોબલે ખરીદીની સલાહ આપતા 5,300 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ નક્કી કર્યો છે. એમકે ગ્લોબલનો ટાર્ગેટ, 5 ઓગસ્ટના રોજ બીએસઈ પર શેરના બંધ ભાવથી 25 ટકા વધારે છે.
ઈન્ડિગોની માર્કેટ કેપ 1.63 લાખ કરોડ રૂપિયા છે. ગત એક વર્ષમાં તેના શેરની કિંમત 67 ટકા મજબૂત થઈ છે.
ઘરેલૂ સ્તર પર પ્રીમિયમ યાત્રીઓની વધતી સંખ્યાનો લાભ લેવા માટે 14 નવેમ્બર, 2024થી યાત્રા માટે બિઝનેસ ક્લાસનું બુકિંગ 6 ઓગસ્ટથી શરૂ થશે. જેનું ભાડુ 18,018 રૂપિયાથી શરૂ થશે.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો