આડેધડ ન કરતાં મેથીનું સેવન, આટલાં છે નુકસાન

આડેધડ ન કરતાં મેથીનું સેવન, આટલાં છે નુકસાન

મેથી ભલે સ્વાદમાં કડવી હોય પરંતુ ડાયાબિટીસથી લઇને મેદસ્વીતાની દુશ્મન છે.

મેથીના પાન ઉપરાંત તેના દાણાનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

મેથી બોડીને ડિટોક્સિફાય કરવા માટે પણ એક સારો નુસખો છે. 

પરંતુ, કેટલાંક લોકો માટે આ ગુણકારી મેથીનું સેવન ખૂબ જ નુકસાનકારક સાબિત થઇ શકે છે.

અસ્થમાના દર્દીઓને શ્વાસ સાથે સંબંધિત સમસ્યાઓ રહે છે, તેવામાં મેથીનું સેવન ન કરવું જોઇએ.

ગર્ભાવસ્થામાં મહિલાઓને મેથીનું સેવન કરવાથી નુકસાન થઇ શકે છે.

મેથીનું પાણી પીવાથી સ્કિન એલર્જી જેવી સમસ્યાઓ વધી શકે છે.

બાળકોએ મેથીનું સેવન ન કરવું જોઇએ. તેનાથી તેમના બ્રેન પર અસર પડી શકે છે.

મેથીનું પાણી પીવાથી કે મેથી ખાવાથી ઘણીવાર ઇનડાયજેશનની સમસ્યા થઇ શકે છે. તેનાથી ડાયેરિયા, પેટ ફૂલવા અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થઇ શકે છે.