ઈન્ફ્રા કંપની લાવી કમાણીનો મોકો, ક્રિસમસ પછી લોન્ચ કરશે IPO

IPO દ્વારા રૂપિયા એકત્રિત કરવા માંગતા રોકાણકારો માટે સારી ખબર છે. 

આકાંક્ષા પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો આઈપીઓ 27 ડિસેમ્બરથી ઓપન થઈ જશે.

રોકાણકારો 29 ડિસેમ્બર સુધી આ આઈપીઓમાં દાવ લગાવી શકશે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

કંપનીએ ઈશ્યૂ માટે 52-55 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે.

આકાંક્ષા પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આઈપીઓના એક લોટમાં 2000 શેર છે. જે કારણથી કોઈ પણ રોકાણકારે ઓછામાં ઓછા 1,10,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

કોઈ પણ રોકાણકાર મહત્તમ 1 લોટ પર જ દાવ લગાવી શકે છે. કંપની તરફથી 1 જાન્યુઆરી 2024ના રોજ શેરોનું એલોટમેન્ટ કરવામાં આવશે. 

કંપનીના શેર આજે અનલિસ્ટેડ માર્કેટમાં 15 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. એટલે કે, જો લિસ્ટિંગ સુધી આ ટ્રેન્ડ કાયમ રહ્યો તો, રોકાણકારોને પહેલા જ દિવસે 27 ટકાથી વધારેનો નફો થઈ શકે છે. 

આકાંક્ષા પાવરના આઈપીઓની સાઈઝ 27.49 કરોડ રૂપિયા છે. ઈશ્યૂ સંપૂર્ણ રીતે ફ્રેશ શેરો પર આધારિત છે. 

કંપનીના આઈપીઓનો 50 ટકા હિસ્સો ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ માટે આરક્ષિત છે. રિટેલ રોકાણકારો માટે 35 ટકા હિસ્સો રિઝર્વ રાખવામાં આવ્યો છે.

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.