શેરબજારમાંથી D-list થઈ રહી છે આ કંપની

આઈટી સર્વિસ સેક્ટરની કંપની Inspirisys Solutionsની ડીલિસ્ટિંગ ઓફરને લઈને બજાર બંધ તયા બાદ મોટી જાણકારી આવી છે.

શેરબજારના ડીલિસ્ટિંગ ઓફરના મેનેજર Vivro Financial Servicesએ જાણકારી આપીને જણાવ્યું છે કે, ઓફર માટે બિડ કરવાની પ્રક્રિયાની સમયમર્યાદા ખત્મ થઈ ગઈ છે. 

ઓફરના મેનેજર પ્રમાણે, બિડમાં ઓફર થયેલા શેરોની સંખ્યા પર્યાપ્ત છે અને આ હસ્તગત કરનારો પક્ષ ઓફર દ્વારા મળેલા ભાવને મંજૂરી આપી દે છે, જો આ ડીલિસ્ટિંગને સફળ માનવામાં આવી શકે છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

Vivro Financialએ માહિતી આપી છે કે Inspirisys Solutions માટે શેર્સ હસ્તગત કરવાની ઓફર કરનારી CAC Holdings Corporationને 1.19 કરોડથી વધુ શેર્સ માટે ઓફર કરી હતી. 

જો કે, બિડ દ્વારા હાંસિલ થયેલો ભાવ 241 રૂપિયા પ્રતિ શેર રહ્યો છે. આ ઓફર દ્વારા કુલ 96.87 લાખ શેરો માટે ઓફર મળી છે.

ડીલિસ્ટિંગ ઓફર પહેલા પ્રમોટર અને પ્રમોટર ગ્રુપની પાસે 70.03 ટકા હિસ્સેદારી હતી. જ્યારે ડીલિસ્ટિંગ ઓફર દ્વારા 23.21 ટકા શેર Discovered Price કે તેનાથી નીચે રહ્યા છે. 

ગત વર્ષે 10 નવેમ્બર 2023ના રોજ Inspirisys Solutionsએ શેરબજારને જાણકારી આપી હતી કે, તે પબ્લિક શેરહોલ્ડર પાસેથી બધા શેર હાંસિલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેનાથી કંપનીને બજારમાંથી ડીલિસ્ટ કરાવી શકાય. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.