1 શેરના બદલામાં મળશે 2 બોનસ શેર, 4 દિવસ પછી રેકોર્ડ ડેટ

બોનસ શેર વહેંચનારી કંપનીઓ પર દાવ લગાવવા માંગતા રોકાણકારો માટે સારા સમાચાર છે.

Intellivate Capital Ventures Ltdએ યોગ્ય રોકાણકારોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.

કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમાં કહ્યું કે, 1 શેર પર 2 બોનસ શેર આપવામાં આવશે. આ બોનસ ઈશ્યૂ માટે કંપનીએ પહેલા 7 ફેબ્રુઆરીને રેકોર્ડ ડેટ નક્કી કરી હતી. જેને હવે બદલીને આગળ વધારવામાં આવી છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

 કંપનીએ આ બોનસ ઈશ્યૂ માટે 7 ફેબ્રુઆરીને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી હતી, જે હવે બદલીને 12 ફેબ્રુઆરી કરી દેવામાં આવી છે.

જે કોઈ રોકાણકારોના નામ આ દિવસે કંપનીની રેકોર્ડ બુકમાં હશે, તેમને બોનસ શેરનો લાભ મળશે. 

જાણકારી અનુસાર, આ પહેલીવાર છે, જ્યારે ઇન્ટેલિવેટ કેપિટલ વેન્ચર્સ લિમિટેડ રોકાણકારોને બોનસ શેર આપવા જઈ રહી છે.

2011માં કંપનીએ સ્ટોક સ્પ્લિટ કર્યું હતું. ત્યારે કંપનીના 1 શેરને 10 હિસ્સામાં વહેંચવામાં આવ્યા હતા. ત્યારબાદ 10 રૂપિયાના શેરની ફેસ વેલ્યૂ ઘટીને 1 રૂપિયા પ્રતિ શેર થઈ ગઈ હતી.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.