સામાન્ય રીતે હવાઈ મુસાફરીનો ઉપયોગ ઓછા સમયમાં અંતર કાપવા માટે કરવામાં આવે છે.
એક દેશથી બીજા દેશમાં અથવા એક શહેરથી બીજા શહેરમાં જવા માટે ફ્લાઈટ્સ લેવામાં આવે છે.
જો કે, આ દુનિયામાં એક એવી ફ્લાઈટ છે જે માત્ર 90 સેકન્ડ માટે ચાલે છે.
જો કે, આ દુનિયામાં એક એવી ફ્લાઈટ છે જે માત્ર 90 સેકન્ડ માટે ચાલે છે.
આ અનોખી ફ્લાઇટ સ્કોટલેન્ડના ઓર્કનીના બે ટાપુઓ વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે વચ્ચે ચાલે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ફ્લાઇટ 90 સેકન્ડમાં માત્ર 2.7 કિલોમીટરનું અંતર કાપે છે.
આ બે ટાપુઓ સુધી પહોંચવાનો રેકોર્ડ સમય 53 સેકન્ડ રહ્યો છે.
જો કે, ફ્લાઇટને ટેક ઓફ કરવામાં અને થોભવામાં થોડી વધુ સેકન્ડ લાગે છે અને લેન્ડિંગનો સમય 1 મિનિટનો છે.
વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રેની વચ્ચે સમુદ્ર છે, તેથી લોકો ત્યાં ફલાઈટ દ્વારા જ પહોંચી શકે છે.