કોઈ કંપનીના શેર ખરીદતા પહેલા તમારે તે કંપની વિશે અને તેની ઈન્ડસટ્રી વિશે રિસર્ચ કરવું જોઈએ. તે તમને સમજવામાં મદદ કરશે કે, કંપનીની નાણાકીય સ્થિતિ કેવી છે અને શું તે ભવિષ્યમાં વધવાની શક્યતા રાખે છે.
અહીં કેટલીક બાબતો એવી છે, જે તમને કોઈ કંપનીના શેર ખરીદતા પહેલા ચેક કરવી જોઈએ.
1. કંપનીની નાણાકીય સ્થિતિ- કંપનીની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરીને તમે તેનું આવક વિવરણ, બેલેન્સ શીટ અને કેશ ફ્લો સ્ટેટમેન્ટ જોઈ શકો છો. આ દસ્તાવેજોથી તમને ખબર પડશે કે, કંપનીની આવક, રોકડ અને લોનની સ્થિતિ કેવી છે.
2. કંપનીનું મેનેજમેન્ટ- કંપનીના પ્રબંધનની ગુણવત્તા તેના ભવિષ્યના પ્રદર્શન માટે મહત્વપૂર્ણ છે. એક મજબૂજ મેનેજમેન્ટ ડટીમ કંપનીને સફળતા માટે યોગ્ય દિશામાં લઈ જઈ શકે છે.
3. કંપનીની ઈન્ડસ્ટ્રી- કંપની કયા ઉદ્યોગમાં છે? કયા ઉદ્યોગમાં વૃદ્ધિની શક્યતા છે? ઉદ્યોગની સ્થિતિનું મૂલ્યાંકન કરવાથી તમને તે સમજવામાં મદદ મળશે કે, કંપની માટે ભવિષ્ય કેવું દેખાય છે.
4. કંપનીના શેરની કિંમત- કંપનીના શેરની કિંમત તેના મૂલ્યને પ્રતિબંબિત કરે છે. એક ઉચિત મૂલ્ય પર શેર ખરીદવા મહત્વપૂર્ણ છે.
કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા, કંપની વિશે અને તેના ઉદ્યોગ વિશે રિસર્ચ કરવું મહત્વપૂર્ણ છે. એક પોર્ટફોલિયો બનાવો. બધા ઈંડા એક જ ટોકરીમાં ન રાખો.
તમારા રોકાણને વિવિધ પ્રકારના શેરો અને ઉદ્યોગોમાં ફેલાવો. નિયમિત રૂપથી રોકાણ કરો. નિયમિત રૂપથી રોકાણ કરવાથી તમે બજારના ઉતાર-ચઢાવથી ઓછા પ્રભાવિત થશો.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો