આ શેરના રોકાણકારોને ઘરે દર દિવસે દિવાળી, રિટર્ન સાંભળીને તરત જ ખરીદી લેશો

પવન ઉર્જા ઉદ્યોગને પ્લાન્ટ સોલ્યુશન્સ પ્રદાન કરતી કંપની કેપી એનર્જી લિ.માં રૂપિયાનું રોકાણ કરનારા રોકાણકારો લાંબા સમયથી જંગી નફો મેળવી રહ્યાં છે.

છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે શુક્રવારે, આ મલ્ટીબેગર સ્ટોક પાંચ ટકાના અપર સર્કિટ સાથે રૂ. 564.65ના ભાવે બંધ થયો હતો.

આ સ્ટૉકની 52-સપ્તાહની ઊંચી સપાટી રૂ. 600 અને 52-સપ્તાહની નીચી રૂ. 143.05 છે.

MORE  NEWS...

રોલ્લો પાડી દેશે આ કંપનીનો IPO, બિરલા અને Tata છે મુખ્ય ગ્રાહકો

ગેરેજમાં જવાની જરૂર નથી, માત્ર 10 રૂપિયા ખર્ચીને ટકાટક રાખી શકો તમારી કાર

ફ્લેટ ખરીદતા સમયે આ ભૂલ કરી તો લાખો રૂપિયા પાણીમાં

Read More

કેપી એનર્જીને ગુજરાતમાં ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ કનેક્ટેડ વિન્ડ એનર્જી પ્રોજેક્ટ માટે 464.10 મેગાવોટ બેલેન્સ ઓફ સિસ્ટમ પેકેજ વિકસાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

ગત 6 મહિનામાં આ એનર્જી શેરે 200 ટકા અને 1 વર્ષમાં 182 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે ત્રણ વર્ષમાં શેર 1161 ટકા વધ્યા છે. 

1 ઓક્ટોબર, 2020 ના રોજ, KP એનર્જીના શેરની કિંમત 36.05 રૂપિયા હતી. હવે તે વધીને 564.65 રૂપિયા થઈ ગઈ છે.

જો કોઈ રોકાણકારે ત્રણ વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવીને અત્યાર સુધી રોકાણ કાયમ રાખ્યું હોત તો તેના શેરની કિંમત વધીને 15,66,666 રૂપિયા થઈ ગઈ હોત. 

MORE  NEWS...

શેર માર્કેટનો ‘બાદશાહ’ છે આ શેર, ડૂબ્યો તો આખું માર્કેટ લઈ ડૂબશે

આ બેંકના ખાતાધારકોને માથે મુસીબતોનો પહાડ, RBIએ છિનવી લીધું લાયસન્સ

ફકીર જેવા દેખાતા આ દાદા પાસે 101 કરોડ રૂપિયાના શેર; લોખંડ જેવો મજબૂત છે પોર્ટફોલિયો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.