વિક એન્ડમાં ગોવાઃ IRCTC લાવ્યું છે સસ્તું પેકેજ

વર્ષનો ત્રીજો મહિનો એટલે કે માર્ચ ઘણો જ સ્પેશિયલ હોય છે, જેમાં ઘણાં લોકો ફરવા જાય છે.

ગોવા એવી જગ્યા છે કે જ્યાં દરેક વ્યક્તિ ફરવા જવાનું ઈચ્છે છે.

જો તમે માર્ચ મહિનામાં ગોવા ફરવા જવા માગો છો તો આ ખબર તમારા માટે ઘણી કામની છે.

IRCTCએ ગોવાનું ટૂર પેકેજ બનાવ્યું છે, જેની વિગતો અહીં આપવામાં આવી છે.

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે

IRCTCના આ ટૂર પેકેજનું નામ Goa Vacation Ex Bhopal (WBA059) છે, આ એર ટૂર પેકેજ 3 રાત અને 4 દિવસનું છે.

આ એર ટૂર પેકેજ આગામી મહિને 2 માર્ચે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી શરુ થશે.

ટ્રાવેલિંગ મોડ ફ્લાઈટનો રહેશે, જેમાં પ્રવાસીઓને ભોપાલથી ગોવા Indigo Airlinesની ફ્લાઈટમાં લઈ જવાશે.

IRCTCના આ ટૂર પેકેજમાં નોર્થ અને સાઉથ ગોવા ફરાવવામાં આવશે, જેમાં શેરિંગ AC કારમાં ફરાવવામાં આવશે.

મીલ પ્લાનની વાત કરીએ તો પેકેજમાં 3 બ્રેકફાસ્ટ અને 3 ડિનર મળશે.

આ ટૂર પેકેજની વાત કરીએ તો સિંગલ બૂકિંગના 35,700 રૂપિયા અને ડબલ શેરિંગમાં 27,950 રૂપિયાનો ખર્ચ થશે.

જો તમે આ પેકેજ બૂક કરાવવા માગો છો તો IRCTCની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને બૂક કરાવી શકો છો.

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી