રોકાણકારોને ટૂંકાગાળામાં બમ્પર રિટર્ન આપનારા શેરમાં ઈન્ડિયન રિન્યુઅબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એટલે કે, ઈરેડાના શેર પણ સામેલ છે.
શેરમાં 2024 પહેલા 6 મહિનામાં જ રોકાણકારોના રૂપિયા 3 ગણા થઈ ગયા છે. જો કે, શેરના આ પ્રદર્શનથી બ્રોકરેજ ફિલિકેપિટલ પ્રભાવિત નથી.
બ્રોકરેજના પ્રમાણે, શેર માટે જે પણ સારા સંકેત છે, તેની અસર પહેલા ભાવ પર જોવા મળી ચૂકી છે અને તેનાપર જે પણ વધારાની વૃદ્ધિ છે, તે રોકાણકારોની તરફથી સતત બનેલા પ્રવાહના કારણે છે.
બ્રોકરેજ ફર્મે શેર પર વેચાણની સલાહ યથાવત રાખી છે અને શેર માટે ટાર્ગેટ 130 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યો છે.
આજે ગુરુવારના રોજ શેર 4 ટકાથી વધારેના ઘટાડા સાથે 259.26 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. જે બ્રોકરેજના ટાર્ગેટ પ્રમાણે 50 ટકા જેટલો ઘટાડો સૂચવે છે.
બ્રોકરેજ હાઉસે પહેલા શેર માટે 110 રૂપિયાનું લક્ષ્ય રાખ્યું હતું. રિપોર્ટ પ્રમાણે, શેરમાં વર્તમાન તેજી પાછળ કોઈ ઠોસ કારણ નથી.
શેર વર્ષ 2024માં હજુ સુધી 182 ટકા વધી ચૂક્યો છે. જ્યારે, 3 મહિનામાં શેરમાં 83 ટકા તેજી જોવા મળી છે.
શેર ગત વર્ષે ડિસેમ્બરમાં જ લિસ્ટ થયો ત્યારે તેની ઈશ્યૂ પ્રાઈસ 32 રૂપિયા પ્રતિ શેર હતી. એટલે કે શેર હજુ સુધી લગભગ 10 ગણો વધી ચૂક્યો છે.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો