શું છે CAA અને ભારતીય નાગરિકતા વિવાદ? ક્યાં અને કેવી રીતે કરશો અરજી
કેન્દ્રની મોદી સરકારે 11 માર્ચ, 2024ના રોજ નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
CAA દ્વારા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.
કાયદા અનુસાર, 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા લોકોને જ નાગરિકતા આપવામાં આવશે.
કાયદા મુજબ, ભારતીય નાગરિકતા માટે ઓછામાં ઓછા 11 વર્ષ સુધી દેશમાં રહેવું જરૂરી છે.
પરંતુ, નાગરિકતા સંશોધન કાયદા હેઠળ, આ ત્રણ દેશોના બિન-મુસ્લિમોને 11 વર્ષની જગ્યાએ 6 વર્ષ રહેવા પછી જ નાગરિકતા આપવામાં આવશે. અન્ય દેશોના લોકોએ ભારતમાં 11 વર્ષ પસાર કરવા પડશે, પછી ભલે તે કોઈપણ ધર્મનો હોય.
સરકારે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરી છે. આ માટે એક ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે.
ભારતીય નાગરિકતા માટે અરજી કરવા માટે, તમે https://Indiancitizenshiponline.nic.in આ લિંકની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકો છો.
અરજદારો તેમના મોબાઇલ ફોનથી પણ અરજી કરી શકે છે. અરજદારોએ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યાનું વર્ષ દર્શાવવું પડશે.
અરજદારોએ ભારતમાં આગમનની તારીખ, ભારત આવવા માટે વિઝા અથવા ઇમિગ્રેશન સ્ટેમ્પ સહિત અન્ય માહિતી પ્રદાન કરવાની રહેશે.