ઇઝરાયેલ પર પેલેસ્ટાઇનના હુમલા બાદ યહૂદી ધર્મ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. મોટાભાગના લોકો યહૂદી ધર્મ વિશે નથી જાણતા. ચાલો યહૂદી ધર્મ સાથે જોડાયેલી ખાસ વાતો જાણીએ.
યહૂદી ધર્મને દુનિયાના સૌથી જૂના ધર્મોમાંથી એક માનવામાં આવે છે. આ ધર્મ આશરે 4000 વર્ષો જૂનો હોવાનું માનવામાં આવે છે. યહૂદી ધર્મમાં મૂર્તિ પૂજા નથી. આ ઇઝરાયેલનો રાજધર્મ છે.
યહૂદી ધર્મનું પ્રતીક એક તારો છે. આ તારાના 6 કોણ છે. આ 6 કોણ તમામ દિશાઓમાં બહાર તરફ ઇશારો કરે છે, જે સમગ્ર દુનિયામા ભગવાનની સરકારનો સંકેત આપે છે.
યહૂદી લોકો અબ્રાહમને પોતાના પહેલા પૈગંબર માને છે, જેનો જન્મ ઇસાથી 2000 વર્ષ પહેલા થયો હોવાનું માનવામાં આવે છે. પૈગંબર અબ્રાહમના પૌત્રનું નામ હજરત યાકૂબ હતું. યાકૂબનું જ બીજુ નામ ઇઝરાયેલ હતું.
કહેવામાં આવે છે પૈગંબર યાકબૂના એક દીકરાનું નામ યહૂદા હતું. યહૂદાના નામ પર જ તેના વંશજ યહૂદી કહેવાયા અને તેમનો ધર્મ યહૂદી ધર્મ કહેવાયો. આ દુનિયાનો પહેલો એકેશ્વરવાદી ધર્મ છે.
આદમથી લઇને અબ્રાહમ અને મૂસા સુધી યહૂદી, ઇસાઇ અને ઇસ્લામ તમામના પૈગંબર એક જ છે. પરંતુ મૂસા પછી યહૂદીઓને પોતાના આગામી પૈગંબરની હજુ પણ રાહ છે.
યહૂદી પોતાના ભગવાનને યહવેહ કે યહોવા કહે છે. તેમનુ માનવું છે કે સૌથી પહેલા આ નામ ઇશ્વરે હજરત મૂસાને સંભળાવ્યું હતું. આ શબ્દ બાઇબલના એક જૂના નિયમમાં પણ ઘણીવાર આવે છે.
યહૂદીઓના ધર્મગ્રંથનું નામ તનખ છે. જે ઇબ્રાની ભાષામાં લખેલો છે. તેને તાલમુદ કે તોરા પણ કહેવામાં આવે છે. આ ધર્મગ્રંથની રચના ઇ.પૂ.444થી લઇને ઇ.પૂ.100ની વચ્ચે થઇ હોવાનું માનવામાં આવે છે.