Isreal vs Hamas: યુદ્ધ લાંબુ ચાલ્યું તો રોકેટ બનશે આ શેર્સ
ઈઝરાયેલ અને હમાસની વચ્ચે યુદ્ધ જો લાંબુ ખેંચાય છે, તો કેમિકલ બનાવનારી કેટલીક કંપનીઓના શેરમાં મોટો ઉછાળો આવી શકે છે.
ગત 2 દિવસોથી કેમિકલ કંપનીના શેર તેજીથી ભાગી રહ્યા છે. કેટલાક કેમિકલના સ્ટોકમાં વધારો થવાનું કારણ ઈઝરાયેલથી આવતા બ્રોમિન નામના કેમિકલના સપ્લાયમાં વિક્ષેપ આવવાની ભીતિ છે.
ઈઝરાયેલ બ્રોમીનનું મુખ્ય નિકાસકાર છે. વિશ્વમાં 30 ટકા બ્રોમીન ઈઝરાયેલથી જ આવે છે.
MORE
NEWS...
બ્રોકરેજે સમયની સાથે આપ્યો ટાર્ગેટ, 1 શેર પર 2000 રૂપિયાની કમાણી
1 કથાની 9 લાખ ફી વસૂલનાર જયા કિશોરી પાસે કેટલી સંપત્તિ? હકીકત જાણીને તમે પણ બે હાથ જોડશો
મફતમાં શેર વહેંચી રહી છે અમિતાભ બચ્ચનની કંપની, લાભ લેવો હોય તો જલ્દીથી કરી દો રોકાણ
ઈઝરાયેલ પર હમાસની અચાનક હુમલાથી પૂરી દુનિયામાં બ્રોમીનની કિંમતો વધી ગઈ છે. તેની અસર કેમિકલ સેક્ટરની કંપનીઓ પર જોવા મળી રહી છે.
ખાસ કરીને એપીલેપ્સી અથવા ચિંતાની સારવાર માટે બનાવવામાં આવતી દવાઓમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
મનીકંટ્રોલની એક રિપોર્ટ મુજબ, જરાઈલ, ફિલિસ્તીનની વેસ્ટ બેંક અને જોર્ડન દેશની સરહદોની વચ્ચે એક મોટું તળાવ છે. જેને મૃત સાગર કહે છે. દુનિયાનું લગભગ 50થી 55 ટકા બ્રોમીન આ મૃત સાગરમાંથી જ મળી આવે છે.
જોકે, આ સાગર ઈઝરાયેલની બોર્ડર પર છે, એટલા માટે તેનો મોટાભાગનો હિસ્સો ઈઝરાયેલના જ કંટ્રોલમાં છે.
કેમિકલ સેક્ટરની વર્તમાન સ્થિતિને જોતા, બ્રોકરેજ ફર્મ જેએમ ફાઈનાન્શિયલે SRF, દીપક નાઈટ્રાઈટ અને આર્કિયન કેમિકલના શેરોને ખરીદવાની સલાહ આપી છે.
જેએમ ફાઈનાન્શિયલે SRFના શેર પર ટાર્ગેટ પ્રાઈસ 2,230 રૂપિયા, દીપક નાઈટ્રીટ પર 2,066 રૂપિયા અને આર્કિયન કેમિકલ પર 628 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે
આ ઉપરાંત બ્રોકરેજ ફર્મે UPL, પીયૂ ઈન્ડસ્ટ્રીઝ, ક્લીન સાયન્સ, નવીન ફ્લોરીન અને એથર ઈન્ડસ્ટ્રીધના શેર પર ખરીદીની સલાહ કાયમ રાખી છે.
MORE
NEWS...
SEBI આપશે આદેશ! MRFનો 1 લાખનો શેર માત્ર 25,000માં ખરીદી શકાશે
આવી રહ્યો છે ખૂંખાર IPO, લોન્ચિંગ પહેલા જ GMP 100ની પાર
AMFIએ કર્યું દૂધનું દૂધ અને પાણીનું પાણી! જાણો ક્યા મ્ચુચ્યુઅલ ફંડ્સમાં સૌથી વધારે રૂપિયા રોકી રહ્યા છે લોકો?
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.