ભારતનું સૂર્યનમસ્કાર! 

ચંદ્રયાન બાદ આજે ભારતનું પહેલું સૂર્ય મિશન પણ લોન્ચ થઈ ચુક્યું છે.

ચંદ્રયાન-3 ની જેમ આદિત્ય L-1ને પણ શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે.

સૂર્યના આ L-1 પોઈન્ટ પર રહીને તે સૂર્યનો અને તેના તાપમાનનો અભ્યાસ કરશે.

આ મિશન સૂર્ય ઉપર નથી જવાનું કારણકે, તે એક આગનો ગોળો છે અને ત્યાં જવું અશક્ય છે.

આદિત્ય L-1 મિશન ચંદ્રયાન કરતાં પણ 4 ગણુ દૂર એટલે કે, ધરતીથી 15 લાખ કિલોમીટર દૂર છે.

આ L-1 પોઈન્ટથી સૂર્ય 15 કરોડ કિલોમીટર દૂર આવેલો છે.

સૂર્યમાળામાં આવા કુલ પાંચ પોઇન્ટ્સ છે. જે છે. L-1, L-2, L-3, L-4, અને L-5.

ઇટલીના વૈજ્ઞાનિક જોસેફ લુઇસ લેગ્રાન્જ દ્વારા આ પોઇન્ટ શોધવામાં આવ્યા હતાં. 

આ પાંચેય સ્થળે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એકબીજાનો છેદ કાપે છે. 

તેથી, ત્યાં કોઈપણ અવકાશયાન કાયમી ધોરણે સ્થિર રહીને અભ્યાસ કરી શકે છે. 

NASAનું જેમ્સ વેબ ટેલિસ્કોપ L2 પર ગોઠવાયેલું છે. 

આદિત્ય મિશન 125 દિવસની સફર કરીને L-1 પર પહોંચશે.

ચંદ્રયાનની માફક આ સૂર્યયાનને કોઈ ગ્રહ-ઉપગ્રહ પર ઉતરાણ કરવાનું નથી. પરંતુ, ઉપગ્રહની જેમ કક્ષામાં રહેવાનું છે. 

ત્યાં આ અવકાશયાન ચારથી પાંચ વર્ષ સુધી કામ કરશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો