આ મંદિરે સાવરણી ચઢાવવાથી ગરીબી થશે દૂર!
સાવરણીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.
હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર સાવરણીમાં મા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે.
રાજકોટમાં એક એવુ મંદિર છે કે જ્યા સાવરણી ચડાવવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે.
અહિંયા લોકો આ મંદિરમાં સાવરણી ચડાવવાની માનતા રાખે છે.
દર્શનાર્થી ભાવનાબેન સોની કહ્યું કે તેઓ આ મંદિરમાં છેલ્લા ઘણા સમયથી આવે છે.
તેમનું કહેવુ છે કે આ મંદિરમાં બે સાવરણી લઈને આવવાનું હોય છે.
જેમાંથી એક સાવરણી માતાજીને ચડાવવાની હોય અને બીજી ઘરે લઈ જવાની હોય છે, જેથી ઘરની દરિદ્રતા દુર થાય છે.
લોકો અહિંયા માનતા માને છે. આ માનતા પુરી થાય એટલે લોકો અહિંયા સાવરણી ચડાવવા માટે આવે છે.
લક્ષ્મી મંદિરમાં આવતા દર્શનાર્થી જ્યોત્સનાબેને કહ્યું કે આ મંદિર 70 વર્ષ જુનુ છે.
અહિંયા મોટી સંખ્યામાં ભક્તો દર શુક્રવારે માતા લક્ષ્મીના દર્શન કરવા આવે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...