આ જૈન મુનિ તોડશે 600 વર્ષ જૂનો રેકોર્ડ... 

જૈન ધર્મના જાણીતા ધર્મગુરૂ અજીતચંદ્ર સાગર મહારાજ જલ્દી જ ઈતિહાસ રચવાના છે. 

600 વર્ષ પહેલાનો એક રેકોર્ડ તોડશે. જેના માટે 1 મે એ મુંબઈમાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. 

આ કાર્યક્રમમાં દેશના ઘણાં મુખ્યમંત્રી, હાઈકોર્ટ, જજ, IAS અને IPS અધિકારીઓ સહિત વિભિન્ન ક્ષેત્રના બુદ્ધિજીવીઓ હાજર રહેશે. 

જાણકારી અનુસાર, જૈન મુનિ પોતાના ગુરૂ ભગવંત શ્રી મુનિ સુંદર સૂરિજી મહારાજનું સહસ્ત્રાવધાનનો રેકોર્ડ તોડશે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

સહસ્ત્રાવધાનનો અર્થ છે કે વિભિન્ન શ્રેણીઓ અને દરેક વર્ગના લોકો દ્વારા કહેવામાં આવેલી 1000 વાત અથવા સવાલ-જવાબને યાદ રાખીને તે ક્રમમાં પુનરાવર્તન કરવું.

જણાવી દઈએ કે, અજીતચંદ્ર સાગરે ફક્ત 12 વર્ષની ઉંમરમાં દીક્ષા લીધી હતી. તેઓએ સરસ્વતી સાધનાની શોધ કરી છે. જેમાં તેમના નામે ઘણાં રેકોર્ડ પહેલેથી નોંધાયેલા છે. 

જૈન મુનિ 8 વર્ષ સુધી મૌન વ્રત પણ ધારણ કરી ચુક્યા છે. તેઓને 23 આગમોની 22 હજારથી વધારે ગાથા કંઠસ્થ છે. 

હાલમાં જ મુંબઈના NSCI ગ્રાઉન્ડમાં જૈન મુનિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હજારોની ભીડ હતી અને 500 લોકોએ પોતાની વાત જૈન મુનિ સામે રજૂ કરી. 

પરંતુ ત્યારબાદ તે તમામ 500 લોકો દ્વારા કહેવામાં આવેલી તમામ વાતને ક્રમ બદ્ધ રીતે જૈન મુનિએ પુનરાવર્તન કરવા નું શરૂ કર્યો તો લોકો ચોંકી ગયાં. 

જૈન મુનિ આ સમયે મુંબઈમાં જ રહે છે. એવી પણ ચર્ચા છે કે તેમના કાર્યક્રમોમાં HC ના 15 જજ સહિત મોટા  IAS અને IPS પણ હાજરી આપશે. 

એક સંતની આવી માનસિક શક્તિને જોઈને દરેક લોકો ચોંકી ગયાં છે. 19 વર્ષની ઉંમરમાં પોતાના ગુરૂ નયનચંદ્રસાગર સુરીશ્વરજી મહારાજના માર્ગદર્શનમાં તેઓએ આત્મવિશ્વાસનો અદ્ભૂત ચમત્કાર બતાવ્યો.

1500 લોકોની સામે જૈન સંતે પહેલીવાર 100 અવધાન કર્યુ હતું. 100 અવધાનનો અર્થ, ક્યાંય પણ કશું લખ્યા વિના ભીડ દ્વારા કહેવામાં આવેલી 100 વાતોને યાદ રાખવી અને ક્રમબદ્ધ તે વાતનું પુનરાવર્તન કરવું. 

જોકે, જૈન મુનિ અજીતચંદ્રસાગર મહારાજ તેને કોઈ ચમત્કાર નથી માનતા. તેઓ કહે છે કે આ તે સાધના છે જેને કઠિન તપસ્યા, યોગ અને પરિશ્રમથી હાંસલ કરી શકાય છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?