ટેસ્ટ એવો કે ટેસડો પડી જાય!
અમદાવાદમાં ફક્ત 35 રુપિયામાં મળે છે જામનગરી ઘૂઘરા
અમદાવાદના લક્ષ્મીબહેન બે પુત્રીઓ સાથે આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા છે.
પરંતુ, પરિસ્થિતીથી હાર ન માની તેમણે ઘરે બનાવેલા જામનગરી ઘૂઘરા વેચવાનું શરુ કર્યું.
લક્ષ્મીબહેન અમદાવાદના HL કોલેજના ખાઉં ગલીમાં માત્ર 35 રુપિયામાં આ સ્વાદિષ્ટ ઘૂઘરા વેચે છે.
લક્ષ્મીબહેન સાથે વાત કરતા જાણવા મળ્યું કે, તેમની બે દીકરીઓ છે અને તેમના પતિ નોકરી કરે છે.
જો કે, ઘરની આવક તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરી નથી પડતી.
ખાસ, કરીને બંને દીકરીના અભ્યાસ માટે. તેમની મોટી દીકરકી CAનો અભ્યાસ કરે છે.
લક્ષ્મીબહેન સાંજના સમયે ઘૂઘરા વેચે છે અને સવારે ખાનગી ક્ષેત્રે કામ પણ કરે છે.
તેમને પોતાની પુત્રીઓનો પણ સમાન ટેકો મળે છે. જેનાથી તેઓ તેમના પ્રયત્નોને આગળ ધપાવી શકે છે.
લક્ષ્મીબહેનનાં આ સ્વાદિષ્ટ ઘૂઘરા લોકોની દાઢે વળગ્યાં છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...