ASIA CUP 2023:  જસપ્રીત બુમરાહ નેપાળ સામેની મેચ ચૂકી શકે છે, પહેલા બાળકના જન્મ પહેલા તે ભારત પરત ફર્યો. સુપર-4માં પાછો આવી શકે છે.

જસપ્રીત બુમરાહ એશિયા કપની બીજી ગ્રુપ મેચ ચૂકી શકે છે, જે નેપાળ સામે રમાઈ રહી છે.

બુમરાહની પત્ની સંજના ગણેશન પહેલા બાળકને જન્મ આપી શકે છે, આ કારણે તે ટીમમાંથી બહાર થયો છે. 

બુમરાહ સુપર ફોર સ્ટેજ મેચ પહેલા ટીમમાં પરત ફરી શકે છે, જોકે, ભારતે નેપાળ સામેની મેચ જીતવી જરુરી છે. 

ક્રિકેટરની પત્ની સંજન ગણેશન MTVના શોમાં જોવા મળી હતી અને આ પછી તે સ્પોર્ટ્સ રિપ્રેઝન્ટેટર બની છે. 

દિગ્ગજ બોલર જસપ્રીત બુમરાહ અને સ્પોર્ટ્સ પ્રેઝન્ટેટર સંજના ગણેશને 15 માર્ચ 2021માં લગ્ન કર્યા હતા. 

એવી પણ ચર્ચા હતી કે બન્ને જણા એક બીજાને બે વર્ષથી ડેટ કરતા હતા અને પછી પ્રભૂતામાં પગલાં પાડ્યા. 

મહત્વનું છે કે જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બર 2022માં કમરમાં થયેલી ઈજા બાદ હાલમાં જ પરત ફર્યો છે.

ભારતમાં વર્લ્ડકપ 2023 યોજાવાનો છે ત્યારે બુમરાહ એશિયા કપમાં રિધમમાં આવે તેવી આશાઓ છે. 

હવે, એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચ ડ્રો થયા બાદ આગળ શું થાય છે તેના પર સૌની નજર છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો