ફાર્મા કંપનીના શેરનો મળ્યો 1600 રૂપિયાનો ટાર્ગેટ, હવે ભાગશે તેજીનો ઘોડો

નમિતા થાપરની આગેવાનીવાળી કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના શેરોને લિસ્ટિંગ પછી પહેલીવાર કોઈ બ્રોકરેજ ફર્મે ખરીદવાની સલાહ આપી છે.

ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝે એમક્યોર ફાર્મા શેરોને BUY રેટિંગની સાથે કવર કરવાનું શરૂ કર્યું છે અને તેના માટે 1,600 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. 

જેફરીઝે આ અંદાજ એવા સમયે લગાવ્યો છે, જ્યારે ફાર્મા શેર પહેલાથી જ તેના 1,008 રૂપિયાના IPO પ્રાઈસથી લગભગ 40 ટકા ઉપર વધી ચૂક્યા છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

જેફરીઝના આ રિપોર્ટ બાદ, એમક્યોર ફાર્મા શેર આજે એનએસઈ પર 5 ટકા ઉછળીને 1,455.20 રૂપિયાની તેની રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયા હતા.

એમક્યોર ભારત અને કેનેડામાં પણ મજબૂત ગ્રોથ નોંધાવી રહ્યું છે. સાથે ઓપરેટિંગ કાર્યક્ષમતા અને દેવામાં કપાત માટે ઉઠાવાયેલા ઉપાયોથી તેના પ્રદર્શનને મજબૂતી મળવાની આશા છે.

નાણાકીય વર્ષ 2024માં એમક્યોર ફાર્માનું રેવન્યૂ વાર્ષિક આધાર પર 11 ટકા વધીને 6,715 કરોડ રૂપિયા હતું, જે તેના ગત નાણાકીય વર્ષમાં 6,031 કરોડ રૂપિયા હતું. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.