છૂટાછેડા બાદ ડિપ્રેશનનો શિકાર બની હતી આ ફેમસ એક્ટ્રેસ!

છૂટાછેડા પછી એક્ટ્રેસ તૂટી ગઈ હતી અને તેણે પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધી હતી. 

જેનિફર વિંગેટ અને કરણ સિંહ ગ્રોવર 'દિલ મિલ ગયે'ના સેટ પર મળ્યા હતા.

થોડા સમય સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ 2012માં લગ્ન કરી લીધા હતા.

જેનિફર અને કરણે લગ્નના 2 વર્ષ બાદ 2014માં છૂટાછેડા લીધા હતા.

બોલિવૂડ બબલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જેનિફરે કહ્યું કે આ સંબંધ તૂટવાની તેના પર ઊંડી અસર પડી.

તેણે પોતાની જાતને બધાથી અલગ કરી દીધી હતી.

તે સમજી શકતી ન હતી કે તે બધાને કેવી રીતે બતાવશે અને કેવી રીતે ડીલ કરશે. 

જેનિફરે કહ્યું કે બધા તેની તરફ સહાનુભૂતિભરી નજરે જોતા હતા અને તેનાથી વધુ ચિડાઈ ગઈ હતી.

તેના માતા-પિતા પણ આ વાત સમજી શક્યા ન હતા.