જોગિંગ કે વોકિંગઃ વજન ઉતારવા માટે બન્નેમાંથી શું સારું?
જોગિંગ કરતા વોકિંગ વજન ઉતારવા માટે વધુ સારું? જાણો બન્નેમાંથી કયો વિકલ્પ સૌથી સારો છે?
જોગિંગ એટલે શું? આ એક કાર્ડિયોવાસ્ક્યુલર એક્ટિવિટી છે, જેમાં ધીમી ગતિએ દોડવાનું હોય છે, જેની સામાન્ય રીતે ગતિ 6 kmph હોય છે.
વોકિંગ એટલે શું? જો ચાલવાની ગતિ 6 kmph કરતા ઓછી હોય તો તે વોકિંગ છે. ચાલવાથી એનર્જી વધે છે અને તેનાથી સ્વાસ્થ્યના ઘણાં ફાયદા થાય છે.
જોગિંગ કરવાથી તણાવ અને ચિંતા દૂર થાય છે, તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને એન્ડોર્ફિનનું ઉત્પાદન થાય છે.
જોગિંગ કરવાથી કોર મજબૂત થાય છે અને લોઅર બોડી મસલ્સ પણ મજબૂત થાય છે.
જોગિંગ કરવાના અન્ય મહત્વના ફાયદામાં સ્ટેમિના વધવાનો પણ સમાવેશ થાય છે.
હવે જોગિંગ કે બોલિંગ બન્નેમાંથી શું શ્રેષ્ઠ? સ્ટડી અનુસાર 10,000 સ્ટેપ જોગિંગ કરવાથી 500થી 700 કેલરી બર્ન થાય છે, જ્યારે આટલા સ્ટેપ વોકિંગ કરવાથી 350થી 500 કેલરી બર્ન થાય છે.
જોગિંગ અને વોકિંગ બન્નેથી વજન ઉતારવામાં મદદ મળે છે, આ બન્ને કસરતોથી કેલરી બર્ન થાય છે.
નોંધઃ વોકિંગ કે જોગિંગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કોઈ જૂની ઈજા હોય તેવા કિસ્સામાં પણ સાચવવું જોઈએ.