માત્ર 8000નું મંથલિ રોકાણ કરો... બની જશો કરોડપતિ! 

જો તમે પણ લાંબા સમયથી કરોડો રૂપિયા એકઠા કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે.

સરકારી યોજનાની મદદથી તમે દર મહિને થોડી રકમ જમા કરીને થોડા વર્ષોમાં કરોડો રૂપિયા જમા કરાવી શકો છો.

અમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) વિશે વાત કરી રહ્યા છીએ, જે તમને કરોડપતિ બનાવી શકે છે.

આ યોજના હેઠળ 15 વર્ષની પરિપક્વતા છે, જેને 5 વર્ષ સુધી વધારી શકાય છે.

તમે PPF સ્કીમમાં વાર્ષિક મેક્સિમમ રૂપિયા 1.5 લાખનું રોકાણ કરી શકો છો. એટલે કે તમે 8333 રૂપિયાનું રોકાણ કરી શકો છો.

જો તમે 25 વર્ષ સુધી દર મહિને 8333 રૂપિયાનું રોકાણ કરો છો, તો વ્યાજ સાથે તમારી કુલ રકમ લગભગ 1 કરોડ 3 લાખ રૂપિયા થશે

પીપીએફ યોજના હેઠળ સરકાર 7.1 ટકા વ્યાજ આપે છે. આ ટેક્સ સેવિંગ સ્કીમ હેઠળ આવે છે.

આ સ્કીમમાં વાર્ષિક રૂપિયા 500નું પણ રોકાણ કરી શકાય છે અને વધુમાં વધુ રૂપિયા 1.5 લાખનું વાર્ષિક રોકાણ કરી શકાય છે.

નાણા મંત્રાલયની રાષ્ટ્રીય સેવિંગ સંસ્થા દ્વારા વર્ષ 1968માં PPFને સૌપ્રથમ લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.