ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે કચ્છનો કડિયા ધ્રો

ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે કચ્છનો કડિયા ધ્રો

ચોમાસામાં વરસાદ આવતા જ ભારે વરસાદ વરસતા અનેક ફરવાલાયક સ્થળોની પ્રાકૃતિક સુંદરતામાં વધારો થયો છે.

બિપરજોય વાવાઝોડાના કારણે થયેલા ભારે વરસાદના કારણે ભારતના ગ્રાન્ડ કેન્યન કડિયા ધ્રોમાં ભરઉનાળે જ નદીમાં પાણી આવ્યા હતા.

જેના કારણે અહીં ઝરણાં વહેવાના શરૂ થતા પ્રવાસીઓ અહીં આવવાના શરૂ થઈ ગયા હતાં.

હવે ચોમાસામાં પણ અહીં પ્રવાસીઓનો ધસારો યથાવત છે.

ભૌગોલિક વૈવિધ્યતા ધરાવતા કચ્છ પ્રદેશમાં અનેક સ્થળો પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

પરંતુ કડિયા ધ્રો એક એવું સ્થળ છે. જેને બે વર્ષ પહેલા સુધી કોઈ ઓળખતું ન હતું. 

2021માં અમેરિકાના એક પ્રતિષ્ઠિત અખબારે તેને વિશ્વના શ્રેષ્ઠ ફરવાલાયક સ્થળોની યાદીમાં સમાવ્યુ હતું

ત્યારથી રાતોરાત બધાના મોઢે કડિયા ધ્રોનું નામ આવતું થયું હતું.

માત્ર બે જ વર્ષમાં લાખો પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી છે.

નખત્રાણા તાલુકાના ગામડાઓમાં આવેલા કડિયા ધ્રો ખાતે એક સમયે સપાટ રહેલી ખડકોને પવનની થપાટો અને પાણીનો ઘસારો લાગતાં આજે અચરજ પમાડે તેવી કોતરો જોવા મળે છે. 

કોટડા થરાવડા, ભડલી, લાખીયારવીરા, જતાવીરા, મોરજર અને નથ્થરકૂઇના નિર્જન વિસ્તારોમાં કુદરતે કમાલનું નક્શીકામ કર્યું છે. 

આ કારણે જ આ સ્થળને ભારતના ગ્રાન્ડ કેન્યન તરીકે ઓળખવામાં આવે છે.

મુખ્યત્વે કડિયા ધ્રો એક સીઝનલ પર્યટક સ્થળ છે જેને જોવા લોકો મોટેભાગે ચોમાસામાં જ આવે છે. 

ચોમાસામાં આ કોતરોમાં પાણી વહી નીકળે ત્યારે ક્યાંક નાના નાના ઝરણા વહેતા જોવા મળે છે. 

ઉંડી ઉંડી કોતરો વચ્ચે ક્યાંક નાના તળાવ પણ જોવા મળે છે અને પ્રકૃતિના આ અદભૂત દૃશ્યો નિહાળવા લોકો અનેક કિલોમીટરનો કઠિન રસ્તો કાપી અહીં પહોંચે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો