લંડનમાં લોકપ્રિય બન્યાં કાઠિયાવાડી ઢીંચણીયા

આપણી સંસ્કૃતિ એ આપણો ઓળખ છે.  તેથી આપણી સંસ્કૃતિ જ્યારે વિશ્વ ફલક પર નામ રોશન કરે ત્યારે આપણે એ વાતનું ગૌરવ લઈએ છીએ. 

વિદેશમાં વસેલા ગુજરાતી પરિવારો દ્વારા પોતાના સંતાનોને દેશની પરંપરાઓ અને દેશની ધરોહરના સંસ્કાર આપવામાં આવે છે.

રાજકોટની દીકરીએ દેશની એક આવી જ પરંપરાને લંડનમાં નામના અપાવી છે. 

રાજકોટની મૈત્રીએ કાઠીયાવાડી બાઝોઠ અને ઢીંચણીયા સાથે બેસીને જમવાની ભોજનપ્રથા રજુ કરીને લંડનવાસીઓના દિલ જીતી લીધા છે.

આજની પેઢી જ્યારે યુવા બનીને મૂળ સંસ્કૃતિની સુગંધ દેશ-વિદેશમાં ફેલાવે ત્યારે આફણી વિસરાયેલી રીત ભાતો તરોતાજા થઈ જાય છે.

ત્યારે મૂળ સૌરાષ્ટ્ર રાજકોટની યુવતી મૈત્રી શાહ કે જેનો ઉછેર આફ્રિકામાં થયો.

હાલ તે યુકેની નોટિંગહામ યુનિવર્સિટીમાં પ્રોડક્ટ ડિઝાઈનિંગનો અભ્યાસ કરી રહી છે.

ત્યારે મૈત્રીએ પોતાના ફાઈનલ વર્ષમાં 'બેઠક' નામનો પ્રોજેક્ટ રજુ કર્યો હતો.

બધાથી અલગ બેઠક પ્રોજેક્ટમાં મૈત્રી શાહે સૌરાષ્ટ્ર-કાઠિયાવાડની જૂનવાણી ભોજન પ્રથામાં જમીન પર બાઝોઠ લઈને ઢીંચણીયા સાથે બેસવાની રીતને વિશ્વ કક્ષાએ પ્રસ્તુત કરીને સૌના દિલ જીતી લીધા હતાં.

તેને પોતાના બેઠક પ્રોજેક્ટમાં જૂનવાણી ભોજન વ્યવસ્થાના બાઝોઠ અને ઢીંચણીયાને મૂળ સ્વરૂપ જાળવી રાખ્યા હતા અને અલાયદું મોર્ડન રૂપ આપ્યું હતું.

આ પ્રોજેક્ટ થકી ભારત દેશની જુની ભોજન વ્યવસ્થાને ઉજાગર કરવાની સાથે તેની મહત્તા અને આયુર્વેદ મુજબ ઢીંચણ રાખીને બેસવાથી ક્યા ક્યા ફાયદા થાય છે.

તે અંગે વિસ્તૃતમાં માહિતી પણ આપી હતી.આ પ્રોજેક્ટને લંડન વાસીઓ અને અન્ય દેશના લોકોએ ખૂબ જ વખાણી હતી.

મૈત્રીના આ પ્રોજેક્ટને એવોર્ડ આપીને લંડન એક્ઝિબિશન માટે પસંદગી કરવામાં આવી હતી. 

લંડનમાં યોજાયેલા આ એક્ઝિબિશનમાં મૈત્રીના પ્રોજેક્ટને બેસ્ટ બેઠક પ્રોજેક્ટનું રેકોગ્નાઈઝેશન મેળવીને શ્રેષ્ઠતાનો એવોર્ડ મેળવ્યો હતો.

આ સાથે જ નોટિંગહોમ યુનિવર્સિટીની વાર્ષિક બૂકમાં પણ સ્થાન મેળવીને રાજકોટ, સૌરાષ્ટ્ર કે ગુજરાતનું જ નહીં પણ ભારતનું ગૌરવ વધાર્યું છે.

ત્યારે મૈત્રીની આ સિદ્ધીની રાજકોટમાં ખુબ જ પ્રશંસા થઈ રહી છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો