1 શેર પર મળશે 4 બોનસ શેર, કંપનીએ જાહેર કરી રેકોર્ડ ડેટ

સ્મોલ કેપ ઈલેક્ટ્રિકલ ઈક્વિપમેન્ટ કંપની કેસી ઈન્ડસ્ટ્રીઝના શેર આજે શુક્રવારે ફોકસમાં છે. કંપનીના શેરોમાં આજે 2 ટકાનું અપર સર્કિટ લાગ્યું છે. 

કેસી ઈન્ડસ્ટ્રીઝના શેર આજે 2 ટકાની તેજી સાથે વધીને 56,011.05 રૂપિયાની ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા છે.

 શેરોમાં આ તેજી પાછળ બોનસ અને સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટની જાહેરાત છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

વાસ્તવમાં, કેસી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે 1:10 સ્ટોક સ્પ્લિટ અને 4:1 બોનસ શેર માટે રેકોર્ડ ડેટ જાહેર કરી દીધી છે.

જાણકારી અનુસાર, કેસી ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ મેમ્બરે 28મે 2024ના રોજ 60 રૂપિયા પ્રતિ શેરના અંતિમ ડિવિડન્ડ અને 40 રૂપિયા પ્રતિ શેરના વિશેષ ડિવિડન્ડની ભલામણ કરી છે. 

 શેરબજારને આપેલી જાણકારીમાં કંપનીએ 1:10 સ્ટોક સ્પ્લિટ અને 4:1 બોનસ શેર માટે 6 જુલાઈ 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. 

 કેસી ઈન્ડસ્ટ્રીઝના શેરોએ માત્ર 3 મહિનામાં 197 ટકાનું રિટર્ન આપ્યું છે અને ગત 2 વર્ષોમાં 1,357 ટકાનું રિટર્ન આપ્યું છે.

બીએસઈ પર કેસી ઈન્ડસ્ટ્રીઝના શેરોની 52 સપ્તાહની હાઈ 53,836.10 રૂપિયા પ્રતિ શેર અને 52 સપ્તાહની નીચી સપાટી 10,400 રૂપિયા પ્રતિ શેર છે.

વર્ષ 1942માં બનેલી આ કંપની મુંબઈમાં સ્થિત છે. કેસી ઈન્ડ્સ્ટ્રીઝ લિમિટેડ સૈલ્જર ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડની સહાયક કંપની છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.