11 વર્ષ પછી આવી રહ્યો છે Airtelની કંપનીનો IPO

ટેલીકોમ સેક્ટરની દિગ્ગજ કંપની ભારતી એરટેલની સહાયક ભારતી હેક્સાકોમએ IPO લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 

CNBC TV18ના એક અહેવાલ અનુસાર, વર્ષ 2023ની શરૂઆતમાં આ કંપનીની લિસ્ટિંગ શક્ય છે. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટેલીકોમ કંપની એરટેલે આ આઈપીઓ માટે રોકાણ બેંકોરોને પર નિયુક્ત કરી દીધા છે. આ બેંકરોમાં એક્સિસ કેપિટલ, SBI કેપ, IIFL અને ICICI સિક્યોરિટીઝ સામેલ છે. 

MORE  NEWS...

IPO સબ્સક્રિપ્શન વખતે અપનાવો આ 5 ખાસ ટ્રિક, 99% તમારા નામે એલોટ થઈ જશે શેર

G Pay યૂઝર્સના એકાઉન્ટ સફાચટ કરી રહ્યું છે આ App, તમારા ફોનમાં હોય તો તરત જ ડીલિટ કરી દેજો

ઠંડીમાં કાર કે બાઈક શરૂ કરતા પહેલા આટલું કરો, માખણ જેમ કામ કરશે એન્જિન સહિતના અન્ય પાર્ટ્સ

લગભગ 11 વર્ષ બાદ ભારતી સમૂહની કોઈ કંપનીનો આઈપીઓ માર્કેટમાં આવવાનો છે. 

ભારતી ગ્રુપ તરફથી અંતિંમ વખત ઈન્ફ્રાટેલ આઈપીઓ લાવવામાં આવ્યો હતો, જેને હવે ઈન્ડસ ટાવર્સના નામથી ઓળખવામાં આવે છે. આ આઈપીઓ 2012માં માર્કેટમાં લિસ્ટ થયો હતો.

જાણકારી અનુસાર, ભારતી હેક્સાકોમમાં એરટેલની 70 ટકા હિસ્સેદારી છે. જ્યારે, ટેલીકોમ કન્સલ્ટેન્ટ્સ ઓફ ઈન્ડિયા લિમિટેડના માધ્યમથી ભારત સરકાર કંપનીની બાકીની 30 ટકા ઈક્વિટી શેર કેપિટલની માલિક છે.

કંપનીની વેબસાઈટ પ્રમાણે, તે રાજસ્થાન અને ઉત્તર પૂર્વી ક્ષેત્રોમાં સૌથી મોટી મોબાઈલ ટેલીફોની સર્વિસ છે, જે રાજસ્થાનમાં ફિક્સ્ડ લાઈન અને બ્રોડબેન્ટ સેવાઓ પણ આપે છે. 

MORE  NEWS...

83માં તોફાન બનીને વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવ પાસે કેટલી સંપત્તિ? મોટાભાગના લોકોને નથી ખબર

ટાટા મોટર્સના શેરધારકોને જલસાં, Tata Techના IPOમાં મળશે સીધો મોટો ફાયદો

250 રૂપિયાની મૂડીમાં ઊભો કરી દીધો કરોડોનો કારોબાર, આજે વિદેશોમાં પણ સેવા આપે છે આ વ્યક્તિની કંપની

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.