ઘરે કુંડામાં જ વાવી દો ડુંગળી લસણ, બજારમાંથી ખરીદવાની ઝંઝટ જ નહીં રહે
ડુંગળી અને લસણ કઢી, સૂપ, શાક અને સલાડને પણ ચટપટું અને મસાલેદાર બનાવે છે.
પરંતુ શું તમે જાણો છો કે તમે તમારા ઘરે જ આ બંને શાકભાજી ઉગાડી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે.
ઘરે ડુંગળી અને લસણ ઉગાડવા માટે તમે 2-3 તાજી, મોટી ડુંગળી અને 10-12 લસણની કળીઓની જરૂર પડશે.
ઘરે ડુંગળી અને લસણ ઉગાડવા માટે એક મોટુ કુંડુ કે ટ્રે લઇને તેમાં કોઇ મેદાન કે ખેતરની માટી ભરી લો.
માટીમાં પાણી અને ખાતર નાખીને તેને તૈયાર કરીને રાખો. ખાતર માટે ગાયનું છાણ કે ઇકો ફ્રેન્ડલી ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરી શકો છો.
કુંડા માટે એવી જગ્યા પસંદ કરો જ્યાં તડકો અને છાંયડો બંને સમાન આવતા હોય એટલે કે વધારે તડકો કે છાંયડો ન હોવો
જોઇએ.
માટીને સારી રીતે ભીની કરો પરંતુ પાણી જમા ન થવા દો. માટી સુકાય પછી ફરી પાણી નાખો.
આશરે 9-12 દિવસમાં તમે ડુંગળી અને લસણના કુંડામાં નાના-નાના અંકુર ફૂટેલા જોશો અને આશરે 25 દિવસમાં તે મોટા થઇ જશે.
ડુંગળી અને લસણના છોડને વધારે સારસંભાળની જરૂર નથી હોતી અને તે થોડા જ દિવસોમાં હર્યાભર્યા દેખાશે.