હંમેશા સારી રીતે ઉકાળેલા દૂધનું જ દહીં જમાવો.
ગરમ દૂધનું ક્યારેય દહીં ન જમાવો.
દહીં જમાવ્યું હોય તે તપેલીને હંમેશા ઢાંકીને રાખો.
દહીં જમાવતી વખતે ધ્યાન રાખો કે દૂધ વધારે ગરમ કે ઠંડુ ન હોવું જોઇએ.
જે તપેલીમાં તમે દહીં જમાવ્યું છે તેને વધારે હલવા ન દો.
ઘરે બજાર જેવું દહીં જમાવવા માટે તેને ગરમ સ્થાન પર રાખો.
દહીંને તે જ વાસણમાં ન જમાવો જેમાં તમે દૂધ ગરમ કર્યુ છે.
જો તમારે ઘટ્ટ દહીં જોઇતું હોય તો ફુલક્રીમ મિલ્કનો ઉપયોગ કરો.
હંમેશા મેળવણમાં તાજુ અને ખાટું દહીં લો, તેનાથી દહીં સરસ જામશે.