દૂધ અસલી છે કે ભેળસેળવાળું? ઘરે બેઠા મિનિટોમાં કરો ચેક

દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે અને દૂધ દરેક ઘરમાં આવે છે.

કેટલાક લોકો ગાય અથવા ભેંસનું દૂધ મંગાવે છે જ્યારે કેટલાંક લોકો બજારમાં મળતું થેલીનું દૂધ ખરીદે છે.

પરંતુ આજકાલ માર્ટેમાં ભેળસેળવાળું અને સિંથેટિક દૂધ આવે છે. આ ઉપરાંત ગાય ભેંસ પાલતા લોકો પણ દૂધમાં પાણી નાંખીને વેચે છે. 

તેવામાં તે જાણવું ખૂબ જ જરૂરી છે કે જે દૂધ તમારા ઘરમાં આવે છે તે શુદ્ધ છે કે ભેળસેળવાળું.

MORE  NEWS...

કેરી ખાતા પહેલા પાણીમાં ડૂબાડી રાખવી કેમ છે જરૂરી? જાણો કારણ અને સાચી રીત

દવા લેવાનું છોડતાં જ બીપી વધી જાય છે? આટલું કરો, ગોળી લેવાની નહીં રહે ચિંતા

કેટલીક સરળ રીત છે જેને અપનાવીને તમે ઘરે બેઠા જ દૂધની શુદ્ધતા ચકાસી શકો છો. 

અસલી દૂધનો રંગ ઉકાળ્યા બાદ પણ બદલાતો નથી, જ્યારે નકલી દૂધ ઉકાળ્યા પછી થોડુ પીળુ થઇ જાય છે. 

સૌ પ્રથમ, કોઈ લાકડા અથવા પથ્થર પર દૂધના 2-4 ટીપાં નાખો. દૂધ પડતાની સાથે જ સરળતાથી વહેવા લાગે તો સમજવું કે તેમાં પાણી ભળેલું છે.

દૂધનો પોતાનો સ્વાદ હોય છે અને અસલી દૂધનો સ્વાદ થોડો મીઠો હોય છે, જ્યારે નકલી દૂધમાં ડિટર્જન્ટ અને સોડા ભેળવવામાં આવે છે. આ કારણે ભેળસેળયુક્ત દૂધનો સ્વાદ કડવો બની જાય છે.

કાચની બોટલમાં લગભગ એક ચમચી દૂધ લો અને તેને જોરથી હલાવો જો ફીણ બને અને લાંબા સમય સુધી રહે તો તેમાં ડિટર્જન્ટ હોઈ શકે છે.

કોઈપણ પૈસા ખર્ચ્યા વિના, તમે ઘરે જ ઓળખી શકશો કે તમારા ઘરે આવતું દૂધ અસલી છે કે નકલી.

MORE  NEWS...

સફેદ વાળ જડમૂળથી કાળા થઇ જશે, આ સીક્રેટ વસ્તુથી આવશે નેચરલ બ્લેક શાઇન

કબજિયાતમાં છાશમાં આ ખાસ ચૂર્ણ નાંખીને પી જાવ, પેટની ગંદકીનો થઇ જશે સફાયો