લીલા ધાણા ભોજનની સજાવટ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
લીલા ધાણા નાંખવાથી ભોજનનો સ્વાદ વધી જાય છે.
ફ્રિજમાં પણ લીલા ધાણા રાખવાથી ગળવા લાગે છે.
ફ્રિજ વિના પણ લીલા ધાણા ફ્રેશ રાખવા માટે આ ટિપ્સ ફોલો કરો.
જ્યારે તમે લીલા ધાણા લાવો ત્યારે તેના મૂળને કાતરથી કાપી નાંખો.
હવે એક ગ્લાસમાં થોડુ પાણી ભરી દો.
તેમાં તમે થોડુ વિનેગર પણ નાંખી શકો છો.
તે બાદ તમે લીલા ધાણાનું બંડલ તેમાં મૂકી દો.
તેના પાનને તમે ફોઇલથી ઢાંકી શકો છો.