ગરમીમાં દૂધને દિવસમાં 3 વાર ગરમ કરી શકાય છે. તેનાથી તે જલ્દી નહીં ફાટે. તે પછી તરત તેને ફ્રિજમાં ન રાખો. તેને થોડીવાર બહાર જ રહેવા દો.
દૂધને ગરમીમાં કાચની બોટલ કે જગમાં સ્ટોર કરવું સારો ઓપ્શન છે. તેનાથી ગરમીમાં દૂધ જલ્દી ફાટતું નથી અને સારુ રહે છે.
દૂધને ઉકાળતી વખતે તેમાં એક ચપટી બેકિંગ સોડા નાંખી દો. તેને સારી રીતે મિક્સ કરો. તે બાદ દૂધને ઉકાળવાથી તે નહીં ફાટે. પરંતુ બેકિંગ સોડા વધુ ન નાંખો.
દૂધ ફાટવાનું એક કારણ ગંદુ વાસણ પણ હોઇ શકે છે. તેથી દૂધને ઉકાળતી વખતે સ્વચ્છ વાસણનો ઉપયોગ કરો. દૂધ ગરમ કરતાં પહેલા વાસણમાં થોડુ પાણી નાંખો. તેનાથી દૂધ નીચે નહીં ચોંટે.
જો તમે પેકેટવાળું દૂધ ખરીદો છો તો તેને વધારે સમય સુધી ન ઉકાળવું જોઇએ. તેને તમે ફ્રિજમાં ચાકુ પણ સ્ટોર કરી શકો છો. તે સારુ રહેશે.
ગરમીમાં દૂધને ફાટવાથી બચાવવા માટે તમે આ ઘરેલુ નુસ્ખા અજમાવી શકો છો.
MORE
NEWS...
ગરમીમાં સુકાઇ જાય છે મીઠો લીમડો, કોથમીર અને ફુદીનો? ફ્રિજમાં મૂકતા પહેલા આટલું કરો
સફેદ વાળ પર વધારે દિવસ નથી ટકતો મહેંદીનો રંગ? હિના સાથે મિક્સ કરો આ વસ્તુ
કીડીઓને માર્યા વિના ઘરની બહાર ભગાડો, 2 નંબરનો નુસ્ખો છે સૌથી અસરકારક