કોથમીરના પાન અઠવાડિયા સુધી લીલાછમ રહેશે, બસ આટલું કરો

કોથમીરનો ઉપયોગ ઘણીવાર વાનગીઓને ગાર્નિશ કરવા માટે તેમજ વાનગીઓનો સ્વાદ વધારવા માટે થાય છે.

કોથમીરના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે.

તો કોથમીરની જુડીને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે આ ટિપ્સ ફોલો કરો.

MORE  NEWS...

Cleaning Tips: ઘરના મેલા પડદાને ધોયા વિના આ રીતે બનાવો ચકાચક

આ ફેસ પેક લગાવવાનું શરુ કરી દો , નવરાત્રીના નવ દિવસ ચમકશે તમારો ચહેરો

હાઇ કોલેસ્ટ્રોલને હંમેશા માટે ક્લીન બોલ્ડ કરી દેશે આ એક ફળ, ગજબ છે ફાયદા

તમે પ્લાસ્ટિકની થેલીમાં વધુ સમય માટે કોથમીર સ્ટોર કરી શકો છો.

પ્લાસ્ટિકની ઝિપ લોક બેગમાં કોથમીર મૂકતા પહેલા, બેગમાંથી ભેજને સંપૂર્ણપણે દૂર કરો જેથી કોથમીર ઝડપથી બગડી ન જાય.

કોથમીરને સારી રીતે ધોઈ લો અને સૂર્યપ્રકાશથી દૂર એવી જગ્યાએ તેને સૂકવવા માટે રાખો.

છાંયડામાં સૂકવવાથી કોથમીરમાંથી પાણીની ભેજ દૂર થાય છે. તે કોથમીરના બગડવાની પ્રક્રિયાને ધીમી કરે છે.

તમે કોથમીરને લાંબા સમય સુધી તાજી રાખવા માટે તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો.

કોથમીરને વધુ સમય સુધી લીલી રાખવા માટે તેને પાણીમાં રાખી શકાય છે. તમારે ફક્ત તેને મૂળ સાથે ખરીદવાની છે.

પછી એક ઊંડા વાસણમાં પાણી નાખી તેમાં કોથમીરના મૂળને બોળી દો. આની મદદથી કોથમીરને રેફ્રિજરેટરની બહાર ચારથી પાંચ દિવસ સુધી તાજી રાખી શકાય છે.

MORE  NEWS...

ઘઉંનો લોટ મહિનાઓ સુધી ફ્રેશ રહેશે, આટલું કરશો તો એક પણ જીવાત નહીં પડે

પ્રેશર કુકરના ગંદા ડાઘ મિનિટોમાં થઇ જશે ગાયબ, આ નુસખાથી નવા જેવું ચમકશે

નવરાત્રી પહેલાં ઇન્સ્ટન્ટ ગ્લો જોઇતો હોય તો ઘરે આ વસ્તુથી બનાવો બ્લીચ