લોટને આ રીતે કરો સ્ટોર, નહીં પડે એકપણ જીવાત

બદલાતી સીઝનમાં લોટમાં જીવાત પડવા લાગે છે. આ કારણે લોકો મજબૂરીમાં લોટ ફેંકી દે છે.

જો લોટને યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે તો તેમાં જીવતા કે ધનેડા નથી પડતાં.

આજે અમે તમને લોટ સ્ટોર કરવાની કેટલીક એવી રીતો જણાવીશું જેની મદદથી લોટ જલ્દી ખરાબ નહીં થાય.

લોટને સોટર કરવા માટે સ્ટીલ કે એલ્યુમિનિયમના કંટેનકનો ઉપયોગ કરી શકો છો. કંટેનર પહેલા તડકામાં સૂકવીને પછી તેમાં લોટ ભરો.

જો તમે કંટેનરનું ઢાંકણ ખોલો તો પછી તરત જ બંધ કરી દો. વારંવાર ઢાંકણ ખોલવાથી લોટ ખરાબ થઇ જાય છે.

લોટ સ્ટોર કરવા માટે તેમાં થોડુ મીઠુ નાંખી દો. લોટમાં મીઠુ નાંખવાથી તેમાં જીવાત નહીં પડે અને લોટ સારો રહેશે.

તમે મીઠાના બદલે લોટમાં સૂકા લાલ મરચાનો ઉપયોગ કરી શકો છો. તેના માટે 10થી 15 આખા લાલ મરચાને લોટમાં નાંખી દો અને લોટ ચાળતી વખતે તેને અલગ રાખી દો.

તમે લોટમાં તમાલપત્ર નાંખી સકો છો. તેના માટે લોટમાં 3-4 તમાલપત્ર મિક્સ કરી દો. તેનાથી લોટમાં જીવાત નહીં પડે અને લોટ ચાળતી વખતે તમાલપત્ર કાઢી લો.

તમે લોટને 4-5 મહિના માટે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. તેના માટે લોટને નાના-નાના ડબ્બામાં ટ્રાન્સફર કરી દો.

લોટને ક્યારેય પ્લાસ્ટિક કે જ્યૂટ બેગમાં સ્ટોર ન કરો. લોટમાં ભેજ હોવાના કારણે તે જલ્દી ખરાબ નથી થતો.

જો તમારા લોટમાં જીવાત પડવાનું શરૂ થઇ ગયું હોય તો આ ટિપ્સથી સ્ટોર કરી શકો છો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.