ઘરે બનાવો સુગંધિત ગરમ મસાલો, આખુ વર્ષ મસ્ત રહેશે

ભારતીય મસાલામાં ગરમ મસાલાનું નામ પહેલાં આવે છે. ગરમ મસાલો તમારી રસોઇને સુપર ટેસ્ટી બનાવવાનું કામ કરે છે.

મોટાભાગના લોકો ગરમ મસાલો બહારથી લાવતા હોય છે. પરંતુ તમે બહાર કરતા ઘરે બનાવો છો તો મસ્ત બને છે.

ગરમ મસાલો શાકમાં તેમજ કોઇ પણ રસોઇમાં મિક્સ કરવાથી એનો સ્વાદ વધી જાય છે.

તો નોંધી લો રીત અને ફટાફટ ઘરે ગરમ મસાલો બનાવો.

જીરું (2 ચમચી), ધાણા (2 ચમચી), કાળા મરીના દાણા (1 ચમચી), એલચી,

MORE  NEWS...

લોટમાં આ વસ્તુ ભેળવીને બનાવેલી રોટલી ખાવ, એક રાતમાં ડાયાબિટીસ થશે કંટ્રોલ

ડ્રાય-ફ્રિઝી હેર 3 મિનિટમાં રેશમ જેવા સિલ્કી બની જશે, ઘરે બનાવો આ DIY કંડીશનર

15 મિનિટમાં ચમકી જશે કિચન ચિમની, ફોલો કરો આ સ્ટેપ્સ, ગાયબ થઇ જશે ગંદકી

લવિંગ (1 ચમચી), તજ (2, 2-ઇંચના ટુકડા), તમાલપત્ર (2), જાયફળ (1/2 ટુકડો), અને જાવંત્રી (1 ચમચી).

એક કડાઈમાં બધા મસાલાને ધીમા તાપે 2-3 મિનિટ સુધી ડ્રાય રોસ્ટ કરી લો જ્યાં સુધી સુગંધ ન આવે.

ડ્રાય રોસ્ટ કરેલા મસાલાને સંપૂર્ણપણે ઠંડા થવા દો.

ગ્રાઇન્ડરનો ઉપયોગ કરીને શેકેલા મસાલાને બારીક પાવડરમાં પીસી લો.

ગરમ મસાલાને એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો.

ધ્યાન રાખો કે આ મસાલો તમારે પ્લાસ્ટિકની બરણીમાં ભરવાનો નથી. કાચની બરણીમાં ભરવાથી બારે મહિના એવોને એવો રહેશે.

MORE  NEWS...

દેશી દવાનું કારખાનું છે આ પાન, સ્વાસ્થ્ય માટે અમૃત સમાન, 1 ચમચી રસ કરશે ચમત્કાર!

ટોયલેટમાંથી ગટર જેવી ગંદી વાસ આવે છે? આટલું કરો, સ્મેલ થઇ જશે ગાયબ

Belly Fat: ઢોલ જેવું પેટ ખાલી 7 દિવસમાં સપાટ થઇ જશે, શરૂ કરી દો આ કામ