બટાકા એક એવી શાકભાજી છે જે દરેક શાકમાં નાંખવામાં આવે છે.
બટાકા સરળતાથી દરેક ઘરમાં મળી જાય છે.
બટાકાનું શાક ટેસ્ટી લાગે છે સાથે જ લોકો તેના પરાઠા પણ મનભરીને ખાય છે.
પરંતુ જો ટેસ્ટી ફૂડની વાત આવે તો બટાકા બાફવામાં ઘણો સમય લાગી જાય છે.
બટાકા બાફવામાં આશરે 15-20 મિનિટનો સમય લાગી જાય છે.
ઘણીવાર એવું બને છે કે બટાકા સારી રીતે બફાતા નથી અને ઘણીવાર તે ફાટી પણ જાય છે.
તેવામાં આજે અમે તમને બટાકા બાફવાની સરળ ટિપ્સ જણાવીશું, જેની મદદથી 2 મિનિટમાં બટાકા બાફી શકાય છે.
બટાકા બાફવા માટે હંમેશા એક જ આકારના અને નાના બટાકા પસંદ કરો. તેનાથી તે જલ્દી બફાશે.
સૌથી પહેલા બટાકાને 1-2 વાર પાણીથી ધોઇને સારી રીતે સાફ કરો. પછી તેને છોલ્યા વિના જ બે ભાગ કરીને બાફો.
હવે કુકરમાં પાણી, બટાકા, અડધી ચમચી મીઠુ અને એક લીંબુ કાપીને નાંખો.
હવે કુકરનુ ઢાંકણ બંધ કરીને બટાકા તેજ આંચ પર બાફો. 2-3 મિનિટમાં બટાકા બફાઇને તૈયાર થઇ જશે અને તેનાથી બટાકા ફાટશે પણ નહીં.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.