પ્રેમના પ્રતિક તરીકે આપવામાં આવતા ફૂલ ગુલાબનું આયુર્વેદમાં ઘણું મહત્વ છે.
આયુર્વેદ ઘણીવાર તેનો દવામાં પણ ઉપયોગ કરે છે.
સુગર લેવલ કંટ્રોલ ન રહે તો તે ખતરનાક પણ સાપ્રખ્યાત આયુર્વેદિક નિષ્ણાંત ડૉ. પ્રતિકે તેમના તાજેતરના ઈન્સ્ટાગ્રામ પેજ પર ગુલાબના ફૂલોના ઘણાં ફાયદાઓ શેર કર્યા છે.બિત થઈ શકે છે.
ગુલાબની પાંખડીઓ શરીરમાં વધારાની ગરમીને સંતુલિત કરવામાં મદદ કરે છે.
એસિડિટી અને બળતરા ઘટાડવા માટે ગુલાબની પાંખડીઓનો ઉપયોગ કરવામાં આવે છે.
સદીઓથી ગુલાબની પાંખડીઓનો ઉપયોગ પાચનતંત્રને સુધારવા માટે કરવામાં આવે છે.
ગુલાબની પાંખડીઓનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
ભૂખ સુધારવામાં મદદ કરે છે. પેટનું ફૂલવું અને અપચો જેવી પાચન વિકૃતિઓને દૂર કરે છે.
ઘણાં આયુર્વેદિક સ્કીન કેરમાં ગુલાબનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે.
કારણકે, તેમાં ત્વચાને પોષણ અને કાયાકલ્પ કરવાની ક્ષમતા છે.
ગુલાબના તેલનો ઉપયોગ આર્મોથેરાપી અને મૂડ ફ્રેશ કરવા માટે કરવામાં આવે છે.
માસિક સ્ત્રાવની સમસ્યાને દૂર કરવા, અનિયમિત માસિક ચક્રને નિયંત્રિત કરવા અને ઓવરોલ હોર્મોનલ હેલ્થને ઠીક કરવા માટે ગુલાબની પાંખડીઓનો ઉપયોગ કરી શકાય.
ગુલાબજળ શ્વસન સંબંધી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે ગળામાં દુખાવો દૂર કરવામાં, ઉધરસ ઘટાડવા અને શ્વસનની સમસ્યામાં રાહત આપે છે.