સંપૂર્ણ રીતે ખાંડ ખાવાનું બંધ કર્યુ તો?
અમુક લોકોને ગળ્યું ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. તો અમુક લોકો પોતાની ડાયેટમાં ના બરાબર ખાંડનો ઉપયોગ કરે છે.
જો તમે ખાંડની બદલે કોમ્પેક્સ કાર્બોહાઈડ્રેટવાળો આહાર જેમ કે, ઓટ્સ, ફળ, શાકભાજી વગેરેનું સેવન કરો છો, તો વધારે ફરક નહીં પડે.
તમારું શરીર કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટને તોડીને સિમ્પલ સુગરમાં બદલી દે છે. જેનાથી તમને એનર્જી મળે છે.
જો તમે તેનું સેવન કરવાનું પણ બંધ કરી દેશો તો ખાંડ છોડ્યાના 5-7 દિવસની અંદર જ તમારું બ્લડ પ્રેશર સામાન્યથી ઓછું થઈ જશે.
તેની સાથે જ ફેટ અને ઈન્સુલિન પણ ઘટી જાય છે. શરુઆતના 3-4 દિવસ તમવને મુશ્કેલીઓ પણ આવી શકે છે.
સંપૂર્ણપણે ખાંડ છોડી દેવાથી ખતરનાક બની શકે છે. ગળી વસ્તુ સંપૂર્ણ રીતે છોડી દેવાથી શરીરમાં ફેટથી ગ્લુકોઝ બનાવવા માટે કીટોન્સનું નિર્માણ કરે છે.
આ કીટોન્સ શરીરમાં જમા ફેટને ગ્લૂકોઝમાં બદલે છે. જેનાથી ચરબી ગળવા લાગે છે.
આ પ્રક્રિયાને કીટોસિસ કહે છે. કીટોન્સના કારણે તમાકરી માંસપેશીઓમાં દુખાવો શરુ થઈ જાય છે.
વળી, સંપૂર્ણ રીતે ખાંડ છોડી દેવાથી માથાનો દુખાવો, થાક, માંસપેશીઓમાં દુખાવો, પેટમાં દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી