2022માં ગૂગલમાં મોસ્ટ સર્ચ થયેલી આ યુવતીની નેટવર્થ જાણીને હોંશ ઉડી જશે
આજે શહેરોથી લઈને ગામડા સુધી ઉર્ફી જાવેદના નામને કોઈ પરિચયની જરૂર નથી.
પોતાની અલગ અને અનોખી ફેશન સ્ટાઈલ માટે ફેમસ થયેલી ઉર્ફી સોશિયલ મીડિયા સેન્સેશન છે.
2022માં ગૂગલ દ્વારા બહાર પાડવામાં આવેલી 'મોસ્ટ સર્ચ્ડ એશિયન'ની યાદીમાં ઉર્ફી ટોચ પર હતી. એટલે કે 2022માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલી સેલિબ્રિટી ઉર્ફી જાવેદ હતી.
જો તમે લોકો એવું માનતા હોવ કે ઉર્ફી માત્ર ફેમસ છે અને તેમાં નાણાકીય સુરક્ષા નથી તો તમે ખોટા છો.
તમને જાણીને નવાઈ લાગશે કે ઉર્ફી જાવેદની નેટવર્થ ઘણા અમીર લોકો કરતા વધુ છે. ઉર્ફીની કુલ સંપત્તિ 170 કરોડ રૂપિયા છે
ઉર્ફી જાવેદની આવકનો મુખ્ય સ્ત્રોત જાહેરાત છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 40 લાખથી વધુ ફોલોઅર્સ છે.
તેની રીલ્સ અને તસવીરો અવારનવાર સમાચારોમાં ચર્ચાનો વિષય બની જાય છે. આ લોકપ્રિયતાને લીધે તેઓને ઉત્પાદનને સ્પોન્સર કરવા માટે મોટી રકમ મળે છે.
તેની માસિક આવક 1.8થી 2.2 કરોડ રૂપિયા છે. તે કોઈ સીરિયલના એપિસોડમાં આવવા માટે 25થી 30 હજાર રૂપિયા ચાર્જ લે છે.
ઉર્ફીને રિયાલિટી શો બિગ બોસથી ખ્યાતિ મળી પરંતુ તેની અસામાન્ય ફેશન સ્ટાઈલ તેને નવી ઊંચાઈએ લઈ ગઈ.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.