આ પીળું ફળ ખેડૂત માટે બન્યું સોનું! કરાવી લાખોની કમાણી
પીળી ઈઝરાયેલ ખારેકની ખેતી માટે કચ્છ જિલ્લો જાણીતો છે.
અહીંની ખારેક ગુજરાતના દરેક ખૂણામાં પ્રખ્યાત છે.
કચ્છના યુવાન ખેડૂત ધર્મેન્દ્રભાઈ ખારેકની ખેતી થકી હાલ લાખોની કમાણી કરી રહ્યા છે.
તેઓ પોતાની ખારેક વિદેશમાં પણ એક્સપોર્ટ કરે છે.
ભચાઉના ઘર્મેન્દ્રભાઈની ઉંમર હાલ 27 વર્ષની છે અને તેઓ 7 વર્ષથી ખેતી કરે છે.
તેઓએ 22 એકર જમીનમાં બારાહી પીળી ખારેકનું વાવેતર કરેલું છે.
તેઓ હાલ, સંપૂર્ણ પ્રાકૃતિક રીતે ખેતી કરે છે. તેમના ખેતરમાં 950 જેટલાં ખારેકના વૃક્ષ છે.
એક ખારેકનું વૃક્ષ અંદાજે 210થી 240 કિલો જેટલું ઉત્પાદન આપે છે.
ધર્મેન્દ્રભાઈ ખારેકનું વેચાણ હોલસેલ ભાવે જ કરે છે.
ખાસ કરીને તેઓ ખારેકનું વેચાણ હૈદરાબાદ, કોલકાતા, ચેન્નાઇ અને મુંબઈ જેવા રાજ્યોમાં કરે છે .
તેઓ પોતાની 30% ખારેકનું વેચાણ વિદેશમાં કરે છે.
કેનેડા, લંડન , માલદીવ અને શ્રીલંકા જેવા દેશોમાં તેમની ખારેક પહોંચી છે.
હોલસેલમાં હાલ તેઓ ને 35થી 40 રૂપિયા કિલોનો ભાવ મળે છે.
તેઓ સીઝનમાં 90 ટન જેટલી ખારેકનું ઉત્પાદન કરે છે અને વેચાણ કરે છે.
વર્ષ દરમિયાન તેમને એક ખારેકના છોડ પાછળ રૂપિયા 1500થી 2000 જેટલો ખર્ચ આવે છે.
ભારતમાં વાર્ષિક તેઓ 52 લાખ જેટલી ખારેકનું વેચાણ કરે છે અને નફો મેળવે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...