કચ્છી ખેડૂતે સૂકા રણમાં કર્યું સફેદ જાંબુનું વાવતેર, ઓછા પાણીમાં પણ મળી રહ્યું છે વધુ ઉત્પાદન

ભુજના કાળી તલાવડી ગામના ખેડૂત શંકર બરાડિયાએ વ્હાઈટ વોટર એપલ એટલે કે, સફેદ જાંબુની ખેતી કરી રહ્યા છે.

ખેડૂત શંકર બરાડિયાએ પોતાની 15 એકરની વાડીમાં 5 વર્ષ અગાઉ સફેદ જાંબુનું વાવેતર કર્યું હતું, જેમાં છેલ્લા 1 વર્ષથી પાક આવે છે.

સામાન્ય રીતે કચ્છમાં ‘મુંદરાઇ’ અને પારસ જાંબુનું વાવેતર અને ઉત્પાદન જોવા મળે છે.

ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં થતી વ્હાઈટ વોટર એપલની ખેતી પણ કચ્છમાં શરૂ થઈ છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

સફેદ જાંબુની ખેતી સામાન્યપણે ચોમાસામાં થાય છે.

આ સફેદ જાંબુના ઝાડ પર ફળ આવતા 3 વર્ષ જેટલો સમય લાગે છે.

આ સફેદ જાંબુનો સ્વાદ કાળા જાંબુ કરતા જુદો હોય છે અને તેનો સ્વાદ લીંબુ પાણી જેવો ખાટો હોય છે.

આ ફળ ડાયાબિટીસ માટે ખૂબ ફાયદાકારક છે અને ઔષધી તરીકેનું કામ કરે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા