આ વાનગી કચ્છી માડુઓના હૃદયમાં કરે છે રાજ, શાહી કંદોઈ દ્વારા થયું હતું નિર્માણ

આજથી લગભગ 125 વર્ષ પહેલાં કચ્છના રાજદરબારમાં શાહી કંદોઈ વેલજી કારાએ પહેલી વખત 'પકવાન' બનાવ્યા હતા અને તેને મહારાઓ સમક્ષ રજૂ કર્યા હતા.

આ સ્વાદિષ્ટ ફરસાણથી તે સમયના મહરાઓ ખૂબ પ્રસન્ન થયા હતા અને એક શાહી પકવાન તરીકે વાર તહેવારો નિમિત્તે કંદોઈ દ્વારા રાજાના દરબાર માટે પકવાન બનાવવાનું શરૂ થયું હતું.

સમયની સાથે આ પકવાન સામાન્ય પ્રજા માટે પણ શરૂ કરવામાં આવ્યા હતા.

હાલ આ પકવાન કચ્છીઓના હૃદયમાં રાજ કરે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આજે પણ શાહી કંદોઈ વેલજી કારાની પાંચમી પેઢી આ પકવાનના વેપાર સાથે જોડાયેલી છે.

મેંદાના લોટમાં સાધારણ મીઠું ઉમેરી, તેને ઘીમાં મસળી તેની પટ્ટીઓ વણવામાં આવે છે, જેના પર લોટ છાંટી

પટ્ટીઓને એકબીજા ઉપર રાખી હળવે હાથે વણીને રોલ બનાવવામાં આવે છે. 

આ રોલને ધીમી આંચે ઘીમાં તળવામાં આવે છે અને પકવાન તૈયાર કરવામાં આવે છે.

આ પકવાન બનાવવામાં કચ્છના પાણી અને કચ્છની હવા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

આજે પણ આ વાનગી કારીગરો હાથો વડે જ તૈયાર કરે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા